
છોટાઉદેપુર થી દાહોદ પરીક્ષા આપવા આવેલો ઉમેદવાર શરતચૂકથી અંતરિયાળ વિસ્તારમાં પહોંચી જતા પોલીસે સમય સૂચકતા વાપરી ઉમેદવારને પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચાડ્યો..
દાહોદ તા.09
સમગ્ર ગુજરાતમાં આજરોજ જુનીયર ક્લાર્કની પરીક્ષા યોજાયેલ હોય જેમાં દાહોદ જીલ્લાના જુદા જુદા પરીક્ષા સેન્ટરો પર મધ્ય ગુજરાતના અલગ અલગ વિસ્તારના ઉમેદવારો પરીક્ષા આપવા આવેલ હતા. જે અનુસંધાને એક ઉમેદવાર છોટાઉદેપુર જીલ્લાના જેતપુર વિસ્તારથી પરીક્ષા આપવા આવેલ અને દાહોદ જિલ્લાના વિસ્તારોથી વાકેફ ન હોઈ જેથી ભુલથી ખરેડી એકલવ્ય મોડલ સ્કુલ પર પહોચ્યા બાદ તેને ખબર પડી કે તે સેન્ટર પર તેની પરીક્ષા નથી, અને તેને નગરાળા ગામ ખાતે પરીક્ષાનું સેન્ટર છે. અને ખરેડી ગામ અંતરીયાળ ગામ હોઈ ત્યાંથી બસ, રીક્ષા કે અન્ય વાહન મળવું અશક્ય હોય અને સમયસર વાહન ન મળે તો પરીક્ષા કેન્દ્ર પર સમયસર પહોંચવું અશક્ય હોય તો તેણે પોલીસનો સંપર્ક કરતા દાહોદ રૂરલ પોલીસ સ્ટેશનના I/C પોલીસ ઈન્સ્પેક્ટર શ્રી એન.એન.પરમાર નાઓએ સમય સુચકતા વાપરી શુશ્રી ડી.જે.પટેલ પોલીસ સબ ઈન્સ્પેક્ટર દાહોદ રૂરલનાઓ સાથે સંકલન કરી તુરંત જ સ્થળ પર પહોચી જઈ માત્ર ૧૫ મીનીટના અંતરાળમાં તેના સાચા સેન્ટર પર તેને પહોચાડી અને સેન્ટર પર પ્રવેશ અપાવડાવ્યો હતો જેથી આ ઉમેદવાર સફળતા પુર્વક પરીક્ષા આપી શક્યો હતો. આ ઉમેદવારે દાહોદ જીલ્લા પોલીસનો ખુબ ખુબ આભાર માન્યો હતો.
આમ કાયદો અને વ્યવસ્થા જાળવતા પોલીસ કર્મચારીઓ જરૂર પડે ત્યારે માનવતા ભર્યા અભિગમ બતાવી શક્ય તેટલા મદદરૂપ બનતા હોય છે. આમ દાહોદ પોલીસ આવુ માનતા ભર્યુ કામ કરી અજાણ્યા ઉમેદવાર માટે દેવદુત બની મદદરૂપ કરી માનવતા મહેકાવી હતી.