દેવગઢ બારીયા ટ્રસ્ટ ની માં ચિલ્ડ્રન હોસ્પિટલ દ્વારાની હોસ્પિટલને પાંચ વર્ષ પૂર્ણ થતા ત્રણ દિવસ મફત નિદાન અને સારવારનો કેમ્પ રાખવામાં આવ્યો
દેવગઢ બારીયા નગરમાં છેલ્લા પાંચ વર્ષથી ગાયત્રી પરિવાર ટ્રસ્ટ દ્વારા મા ચિલ્ડ્રન એન્ડ જનરલ હોસ્પિટલ ચાલે છે જે હોસ્પિટલને પાંચ વર્ષ પૂર્ણ થતા રામ નવમી ના દિવસથી મંત્રી બચુભાઈ ખાબડ ના જન્મદિવસ એટલે કુલ ત્રણ દિવસ આવતા તમામ પેશન્ટ અને મફત નિદાન અને સારવારનો કેમ્પ રાખવામાં આવ્યો છે તારીખ 30 માર્ચ થી 1એપ્રિલ સુધી એમ ત્રણ દિવસ બાળકોની તમામ સારવાર નિદાન તપાસ વિનામૂલ્ય કરવામાં આવશે તથા એક એપ્રિલના રોજ ગુજરાત સરકારના મંત્રી બચુભાઈ ખાબડ ના જન્મદિવસ નિમિત્તે સર્વ રોગ નિદાન કેમ્પ પણ આજે ટ્રસ્ટ દ્વારા રાખવામાં આવેલ છે જેમાં સ્ત્રી રોગ નિષ્ણાત બાળક નિષ્ણાત ચામડીના રોગના ડોક્ટર દાંતના ડોક્ટર
આંખોના સ્પેશિયાલિસ્ટ ડોક્ટર ફેફસાના સ્પેશિયાલિસ્ટ ડોક્ટર હૃદયના સ્પેશિયાલિસ્ટ ડોક્ટર
વગેરે તજજ્ઞ ડોક્ટરો હાજર રહેશે
તમામ તજજ્ઞ ડોક્ટરો અને એમડી અને સ્પેશિયાલિસ્ટ ડોક્ટરો દ્વારા સર્વે રોગ નિદાન કેમ્પમાં મફત દવા તેમજ સારવાર કરવામાં આવશે આમ હોસ્પિટલને પાંચ વર્ષ પૂર્ણ થતા ત્રણ દિવસ અનેક વિવિધ કાર્યક્રમો ગાયત્રી પરિવાર ટ્રસ્ટ દ્વારા રાખવામાં આવેલ છે જેમાં મોટી સંખ્યામાં દર્દીઓ લાભ લેવા માટે પ્રચાર પ્રસાર કરવામાં આવ્યો છે દેવગઢબારિયા નગરમાં સર્વે રોગ નિદાન કેમ્પ અને બાળકોની ત્રણ દિવસ સુધી મફત સારવાર યોજાશે