
રાહુલ ગારી
ગરબાડા પોલીસે ઘરફોડ ચોરીના ગુનામાં આઠ મહિનાથી નાસતા ફરતા આરોપીને ઝડપી જેલ ભેગો કર્યો.
ઘરફોડ ચોરીના ગુનામાં આરોપી છેલ્લા 8 મહિનાથી વોન્ટેડ હતો
ગરબાડા તા.24
ગરબાડા પોલીસ મથકના પી.એસ.આઇ જે એલ પટેલ તેમજ પોલીસ સ્ટાફના માણસો ચંદ્રકાંત લક્ષ્મણભાઈ,અનિલભાઈ કસુભાઈ તેમજ મહેન્દ્રદીતા ભાઈ નાસતા ફરતા વોન્ટેડ આરોપીઓને પકડી પાડવા માટે કાર્યરત હતા તે દરમિયાન ગરબાડા પોલીસ મથકના પી.એસ.આઇ જે એલ પટેલને મળેલી બાતમીના આધારે ગરબાડા પોલીસ મથકના ઇ.પી.કો કલમ 454,457,380 ઘરફોડ ચોરીના ગુનામાં સંડોવાયેલ અને છેલ્લા 8 મહિનાથી નાસતો ફરતો વોન્ટેડ આરોપી વરસીંગભાઇ ભારતાભાઈ સંગાડા ગામ નળવાઈ બહારગામ મજૂરીએ થી તેની સાસરી મોટી ખરજ ગામ ખાતે આવેલ છે જે બાતમીના આધારે પોલીસ સ્ટાફના માણસોએ મોટી ખરજ ગામ ખાતે કોમ્બિંગ ઓપરેશન કરી આરોપીને દબોચી પાડી ગરબાડા પોલીસ મથકે લાવી જેલના સળિયા પાછળ ધકેલી વધુ કાર્યવાહી હાથ ધરી હતી આમ ગરબાડા પોલીસને આઠ મહિનાથી નાસતો ફરતા વોન્ટેડ આરોપી ને પકડી પાડવામાં સફળતા મળી હતી…