દાહોદમાં છ વર્ષ અગાઉ સગીરા જોડે દુષ્કર્મનો આરોપી ઝાયડસ હોસ્પિટલમાં પોલીસ જાપ્તામાંથી ફરાર, પોલીસબેડામાં ચકચાર…

Editor Dahod Live
2 Min Read

દાહોદમાં છ વર્ષ અગાઉ સગીરા જોડે દુષ્કર્મનો આરોપી ઝાયડસ હોસ્પિટલમાં પોલીસ જાપ્તામાંથી ફરાર, પોલીસબેડામાં ચકચાર…

 2017 માં સગીરા જોડે દુષ્કર્મના કેસમાં જામીનમુક્ત હેલો આરોપી કોર્ટ મુદ્દતે હાજર ન રહેતા પુનઃ જેલમાં ધકેલાયો હતો.

દાહોદ તા.10

દાહોદમાં છ વર્ષ અગાઉ સગીર વયની બાળકીનું અપહરણ કરી દુષ્કર્મ આચરવાના ગુનામાં જમીન મુક્ત થયેલો આરોપી કોર્ટમાં હાજર ન રહેતા પુનઃ જ્યુડિશિયલ કસ્ટડીમાં ધકેલાયો હતો. ત્યારબાદ જેલમાં બીમાર પડેલો ઉપરોક્ત આરોપીને સારવાર અર્થે દાહોદના ઝાયડસ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.જ્યાંથી આરોપી પોલીસને ચકમો આપી જાપ્તામાંથી ફરાર થઈ સમગ્ર પોલીસ બેડામાં ચકચાર મચી જવા પામી છે.

 પ્રાપ્ત માહિતી અનુસાર દાહોદ તાલુકાના આગાવાળા ગામનો લાલાભાઇ સબુરભાઈ માલીવાડ છ વર્ષ અગાઉ એટલે કે 2017માં સગીરા જોડે દુષ્કર્મના આરોપમાં 366,363,376 તેમજ પોસ્કો અંતર્ગત ગુનો નોંધાયો હતો. જે બાદ પોલીસે તેને પકડી જેલ ભેગો કર્યો હતો. ત્યારબાદ કોર્ટે લાલાભાઇ માલીવાડ ને જામીન આપ્યા હતો. ત્યારબાદ જામીનમુક્ત થયેલો ઉપરોક્ત આરોપી કોર્ટમાં મુદ્દતે હાજર ન રહેતા કોટો દ્વારા બિન જામીન પાત્ર વોરંટ જારી કર્યો હતો. ત્યારબાદ દાહોદ રૂલર પોલીસે પુનઃ આ આરોપી લાલાભાઇ માલીવાડને ઝડપી કોર્ટમાં રજૂ કરતા કોર્ટ દ્વારા ઉપરોક્ત આરોપીને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવાયો હતો. જ્યાં જેલમાં લાલાભાઇ માલીવાડ નામનો આ આરોપી બીમાર પડતા તેને ગતરોજ પોલીસ જાગતા હેઠળ દાહોદના ઝાયડસ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં આજ સવારે આ આરોપીએ પોલીસને ચકમો આપી જાપ્તામાંથી ફરાર થઈ જતા સમગ્ર પોલીસ બેડામાં ખળભળાટ પછી જવા પામ્યો છે. હાલ ઉપરોક્ત આરોપી ફરાર થઈ જતા દાહોદ રૂલર પોલીસ એલસીબી તેમજ અન્ય પોલીસ ખાતાની એજન્સીઓ પોલીસ જપ્તામાંથી ફરાર થયેલા ઉપરોક્ત આરોપીને ઝડપી પાડવા ચક્ર ગતિમાન કર્યા છે.

Share This Article