
તહેવારોમાં મુસાફરોની સુવિધામાં વધારો.. પશ્ચિમ રેલવે મુખ્યાલયની મંજૂરી બાદ રેલવેએ જાહેર કર્યું શિડ્યુલ..
8 જોડી ટ્રેનોમાં કોચ વધારો,6 ગાડીઓના માર્ગ પરિવર્તિત કરાયા..
દેવબંદ-રૂડકી કોમન લુપ લાઈનમાં ઇન્ટરલોકિંગના કારણે છ સુપરફાસ્ટ ટ્રેનોના માર્ગ પરિવર્તિત કરાયા.
દાહોદ તા.23
આગામી હોળી તેમજ તહેવારોને ધ્યાનમાં રાખી પશ્ચિમ રેલવે દ્વારા યાત્રીઓની સુવિધા તેમજ મુસાફરોના ઘસારાને ધ્યાને લઇ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યા છે.જેમાં રતલામ મંડળથી પસાર થતી 8 જેટલી સુપરફાસ્ટ તેમજ સાપ્તાહિક ટ્રેનોમાં કોચ વધારવામાં આવ્યા છે સાથે સાથે કેટલીક ટ્રેનોના માર્ગ પરિવર્તન કરવામાં આવ્યા છે.તો આગામી 6 એપ્રિલથી ઓખા બનારસ સુપરફાસ્ટ ટ્રેનને BLH કોચમાં પરિવર્તન કરી સંચાલન કરવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો છે.તેમજ દેવબંદ-રૂડકી કોમન લુપ લાઈન પર ઇન્ટરલોકિંગના કારણે 6 જેટલી ટ્રેનો પ્રભાવિત થશે. જેને જાણકારી રેલવે સૂત્રો દ્વારા જાણવા મળે છે.
પશ્ચિમ રેલવેએ 8 જોડી ટ્રેનોમાં કોચ વધાર્યા..
પશ્ચિમ રેલવેએ મુસાફરોની સુવિધા તેમજ સુરક્ષા સાથે સુખાકારીને ધ્યાને લઇ આગામી તહેવારોમાં મુસાફરોના ઘસારાને ધ્યાને લઈ આગામી એક એપ્રિલ થી એક જુલાઈ સુધી આઠ જેટલી ટ્રેનોમાં કોચ વધારવામાં આવ્યા છે જેમાં ટ્રેન નંબર 12962/63ઇન્દોર મુંબઈ અવંતિકા એક્સપ્રેસમાં આગામી 4 માર્ચથી એક ફર્સ્ટ એસી તેમજ એક સેકન્ડ એસી,ટ્રેન નંબર 19037/38 બાંદ્રા-બરોની અવધ એક્સપ્રેસમાં એક ફર્સ્ટ એસી,એક સેકન્ડ એસી, ટ્રેન નંબર 19020 બાંદ્રા હરિદ્વાર દેહરાદુન એક્સપ્રેસમાં એક થર્ડ એસી,19421 અમદાવાદ પટના એક્સપ્રેસમાં બે સેકન્ડ એસી,19422 ટ્રેનમાં 4 માર્ચથી એક થર્ડ એસી,19413 અમદાવાદ- કોલકત્તામાં આગામી 4 એપ્રિલથી એક થર્ડ એસી, ટ્રેન નંબર 19494 કલકત્તા અમદાવાદ એક્સપ્રેસમાં આગામી 8 એપ્રિલથી એક થર્ડ એસીનો સમાવેશ કરવામાં આવ્યો છે.તો 19403/04 બાંદ્રા અમૃતસર ગોલ્ડન ટેમ્પલ મેલમાં એક સેકન્ડ એસી તેમજ એક થર્ડ એસી,12925/26 બાંદ્રા અમૃતસર પશ્ચિમ એક્સપ્રેસમાં એક સેકન્ડ એસી તેમજ એક થર્ડ એસીનો સમાવેશ કરવામાં આવ્યો છે. તો આગામી 6 એપ્રિલથી ટ્રેન નંબર 12969/70 ઓખા બનારસ સાપ્તાહિક ટ્રેનને BLH કોચ દ્વારા સંચાલન કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે આ ટ્રેનમાં એક ફસ્ટ એસી,બે સેકન્ડ એસી,6 થર્ડ એસી, આઠ સ્લીપર તેમજ બે સામાન્ય કોચ નો સમાવેશ કરવામાં આવ્યો છે.
દેવબંદ-રૂડકી કોમન લુપ લાઈનમાં ઇન્ટરલોકિંગના કારણે છ સુપરફાસ્ટ ટ્રેનોના માર્ગ પરિવર્તિત કરાયા.
દેવબંદ-રૂડકી કોમન લુક લાઇનમાં ઇન્ટરલોકિંગના કારણે આગામી 1 માર્ચ થી છ ટ્રેનોના માર્ગ પરિવર્તન કરવામાં આવ્યા છે જેમાં ટ્રેન નંબર 22917 બાંદ્રા હરિદ્વાર એક્સપ્રેસ ટ્રેન મીનામુદીન થી તિલકબ્રિજ,બ્રિજ ટપરી થઈ હરિદ્વાર પહોંચશે, આગામી 26 ફેબ્રુઆરી થી ટ્રેન નંબર 14317 ઇન્દોર-દેહરાદુન એક્સપ્રેસ ટ્રેન નઈ દિલ્હી,તિલક બ્રિજ,સહાદરા થઈ દેહરાદૂન તરફ જશે, આગામી 27/28 ફેબ્રુઆરીના રોજ ટ્રેન નંબર 12903 ગોલ્ડન ટેમ્પલ મેલ દિલ્હી,પાનીપત,અંબાલા થઈ સંચાલિત થશે, તેવી જ રીતે 193 25 ઇન્દોર અમૃતસર આગામી 28 ફેબ્રુઆરીથી દિલ્હી પાનીપત અંબાલા થઈ સંચાલિત થશે. તો 14310 દેહરાદૂન-ઉજ્જૈન એક્સપ્રેસ ટ્રેન તિલકબ્રિજ થઈ રવાના થશે. અને 12911 વલસાડ-હરિદ્વાર સુપરફાસ્ટ એક્સપ્રેસ નવી દિલ્હી, તિલકબ્રિજ, ટપરી થઈ હરિદ્વાર તરફ જશે.