પોલીસ, પ્રેમ ને પસ્તાવો: સીનિયરના પ્રેમમાં પડેલી મહિલા હોમગાર્ડ ને દગો મળતા ફિનાઈલ ગટગટાવ્યું

Editor Dahod Live
1 Min Read

પોલીસ, પ્રેમ ને પસ્તાવો: સીનિયરના પ્રેમમાં પડેલી મહિલા હોમગાર્ડ ને દગો મળતા ફિનાઈલ ગટગટાવ્યું

ફિનાઈલ ગટગટાયા બાદ મહિલા હોમગાર્ડ ની તબિયત બગાડતા હોસ્પિટલમાં ખસેડાઈ…

દાહોદ તા.08

દાહોદ જિલ્લામાં પ્રેમમાં દગો મળતા મહિલા હોમગાર્ડે આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનો મામલો સામે આવ્યો છે. મહિલા હોમગાર્ડ પોતાના જ સીનિયર ટ્રાફિક જમાદારના પ્રેમમાં હતા અને બે વર્ષથી બંને એકબીજાને પ્રેમ કરતા હતો. જોકે લગ્ન સુધી વાત પહોંચતા પ્રેમીએ હ્તો આપ્યો હતો. જેથી બોલાચાલી બાદ મહિલા હોમગાર્ડે ફીનાઇલ ગટગટાવ્યું હતું દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના લીમડી પોલીસ સ્ટેશનમાં ફરજ નિભાવતા મહિલા હોમગાર્ડને પોતાના સીનિયર ટ્રાફિક જમાદાર સાથે બે વર્ષથી પ્રેમ સંબંધ હતો. જોકે પરિવારજનોને આ પ્રેમ સંબંધની જાણ થતા તેમણે મહિલા હોમગાર્ડને સિનિયર સાથે સંબંધ ન રાખવા સમજાવ્યા હતા. છતાં તેમણે પરિવારની વાત ન માનીને પ્રેમ સંબંધ ચાલું રાખ્યો અને આખું જીવન સાથે નિભાવવાના વાયદાઓ પણ કરી દીધા.

Share This Article