
દાહોદ નજીક ઉસરવાણ ખાતે જમીન વિવાદમાં કોર્ટ કમિશનને પગલે દાહોદ બીલ્ડર લોબીમા ફફડાટ..
જમીનની તપાસ કરાય તો બિલ્ડરો પર નોંધાઈ શકે છે લેન્ડ ગ્રેબીગની ફરિયાદ
દાહોદ તા.10
મોજે ઉસરવાણ ગામે આવેલ રે સ નં ૧૧૧ હે આર આકાર ૧.૮૬.૦૦. ૩.૫૦ પૈસા વાળી ખેતી ની જમીન આવેલ છે જે પુજીયા લાલજી .કોદર લાલજી ના ઓને એકત્રિ કરણ કાયદા હેઠળ મળેલ હતી જે જમીન ખોટી રીતે વેચાણ બતાવી રત્ના અનુપ બારીયા ના ઓ માલિક બનેલ જેઓએ પ્રતાપ રામચંદ કડિયા ના ઓને વગર પરવાનગી એ વેચાણથી ખાલસા થયેલ ત્યાર બાદ મૂળ માલિકોને જમીન પરત આપવાની જગ્યાએ પ્રતાપ રામચંદ કડિયાને જમીન આપેલ આ તમામ પ્રક્રિયા માત્ર રેકડ ઉપર બતાવેલ છે કાયદાથી ઉપરવટ જઈ કાર્યવાહી કરેલ છે સદર રે. સ. નં ૧૧૧ વાળી જમીન અન્ય વ્યક્તિઓને વેચાણ કરેલ છે જેથી જમીનના મૂળ માલિકો ના વારસો ભાભોર જવસિંગભાઈ નારુભાઈ વિગેરે ના ઓએ રાજેશભાઈ પ્રતાપભાઈ કડિયા પર મેરબાન પ્રિન્સિપલ સિવિલ જજ સાહેબની કોર્ટમાં રે.મુ. નંબર ૩૬/ ૦૨૨ થી દાવો તથા મનાઈ અરજી દાખલ કરેલ જેમાં વાદીના એડવોકેટ આર એન પારગી ના ઓ એ કોર્ટ કમિશન માંગણી કરેલ જે અરજી મંજુર કરી આજરોજ કોર્ટ કમિશન બંને પક્ષકારો તથા પંચોની હાજરીમાં કરવામાં આવ્યો હતો..