
હાઈકોર્ટના ચીફ જસ્ટીસ તેમજ લીગલ સર્વિસ ઓથોરેટીના હસ્ત વર્ચુઅલ ઉદ્ઘાટન કર્યુ
નેશનલ લીગલ સર્વિસ ઓથોરિટીના પાયલોટ પ્રોજેક્ટને દાહોદ કોર્ટમાં લીગલ એડ્સ ડિફેન્સ કાઉન્સિલ સિસ્ટમ ઓફિસનું ઉદ્ઘાટન કરાયું
દાહોદ તા.૦૬
નેશનલ લીગલ સર્વિસ ઓથોરિટીના પાયલોટ પ્રોજેક્ટ અંતર્ગત ૧૭ જિલ્લાઓમાં લીગલ એડ્સ ડિફેન્સ કાઉન્સિલ સિસ્ટમની ઓફિસનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું જેમાં દાહોદનો પણ સમાવેશ થયો છે.
નેશનલ લીગલ સર્વિસ ઓથોરિટીના પાયલોટ પ્રોજેક્ટ અંતર્ગત ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ અમદાવાદની સૂચના અને માર્ગદર્શનમાં દાહોદ તેમજ ગુજરાતના ૧૭ જિલ્લાઓમાં લીગલ એડ્સ ડિફેન્સ કાઉન્સિલ સિસ્ટમની ઓફિસનું વર્ચુઅલ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું જેમાં ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસ અરવિંદકુમાર તેમજ એજ્યુકેટીવ ચેરમેન લીગલ સર્વીસ ઓટોરિટી ના સોનિયાબેન ગોકાણીના ના વરદ હસ્તે વર્ચ્યુઅલી ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે.
લીગલ એઈડ ડિફેન્સ સિસ્ટમમાં જિલ્લા કાનુની સેવા સત્તા મંડળના ચેરમેન તેમજ સેક્રેટરી એ.આર. ધોરી ના માર્ગદર્શનમાં ત્રણ મુખ્ય એડવોકેટની નિમણૂક કરવામાં આવી છે જેમાં આ એડવોકેટ આરોપી તરફી કેસો લડશે જે આરોપી કે જેમના કોર્ટમાં કેસ ચાલે છે જેમની પાસે વકીલ ના ફીસ ભરવાના પૈસા નથી એવા આરોપીઓ તરફે લીગલ એઈડ ડિફેન્સ સિસ્ટમમાં કાર્યરત એડવોકેટ નિશુલ્ક કેશો લડશે એ ઓફિસનું દાહોદની જિલ્લા કોરટ ખાતે આવેલી ઓફિસમાં ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું
ગરીબ અને નિરાધાર આરોપીઓ તરફે લીગલ એડ્સ ડિફેન્સ કાઉન્સિલ સિસ્ટમ કેસો લડશે
સામાન્ય રીતે ગરીબ અન મધ્યમ વર્ગીય લોકો જેઓને પાસે નાણાં ના હોવાને કારણે સરકારી વકીલોનો સહારો લેતાં હતાં ત્યારે તે કિસ્સામાં સરકારી વકીલો દ્વારા આવા લોકોના કેસો લડવાને બદલે પોતાના અંગત કેસોમાં વધુ ધ્યાન આપતાં હતા ત્યારે જેના પગલે આવા ગરીબ આરોપીઓના કેસો પર વકીલો ધ્યાન ન આપતાં જેથી ઘણા લોકોને સમયસર ન્યાય મળવાને કારણે કેસોમાં વિલંબ થતો હતો જેની નેશનલ લીગલ સર્વિસ ઓથોરેટીના ધ્યાને આવતાં પાયલોટ પ્રોજેક્ટ અંતર્ગત આરોપીઓને સુવિધા મળી રહે તે માટે લીગલ એડ્સ ડિફેન્સ કાઉન્સિલ સિસ્ટમનું કાયદાકીય માળખુ તૈયાર કરવામાં આવ્યું છે જેમાં નિમણુંક પામેલ એડવોકેટ ફક્ત આવા ગરીબ લોકોના કેસો ઉપરજ ધ્યાન આપી તેઓના કેસો લડશે
લીડલ એડ્સ કાઉન્સીલ સિસ્ટમમાં કેસ લડનાર વકીલોને નાલસા દ્વારા ચુંકવણું કરાશે
દાહોદ તા.06
લીગલ એડ્સ ડિફેન્સ કાઉન્સિલ સિસ્ટમમાં જિલ્લા કાનુની સત્તા સેવા મંડળ દાહોદના ચીફ જસ્ટીસ તેમજ સેક્રેટરી એ.આર. ધોરી ના માર્ગદર્શનમાં ત્રણ એડવોકેટની નિમણુંક કરવામાં આવી છે જેમાં ચીફ એડવોકેટ જે ૧૦ વર્ષનો અનુભવ ધરાવતો હોવો જાેઈએ તે ત્યાર બાદ ડેપ્યુટી એડવોકેટ જે ૦૫ વર્ષની વકીલાતની લાયકાત ધરાવતો હોય તે અને અંતિમ આસિસ્ટન્ટ લીગલ જે છેલ્લા ત્રણ વર્ષથી પ્રેક્ટિસ કરતો હોય તેવા વકીલની આ લીગલ એડ્સ કાઉન્સીલ સીસ્ટમમાં નિમણુંક કરવામાં આવી છે. આ ગરીબ અને નિરાધાર આરોપીઓના કેસ લડનાર આ ત્રણેય એડવોકેટને નેશનલ લીગલ સર્વિલ ઓથોરેટી દ્વારા તેઓની ફીનું ચુંકવણું કરવામાં આવશે.