Monday, 14/07/2025
Dark Mode

દાહોદમાં ગણિત વિજ્ઞાન પ્રદર્શનના પ્રારંભમાં પાંચ વિભાગોમાં 70 જેટલી કૃતિઓ રજૂ કરાઈ 

December 19, 2022
        984
દાહોદમાં ગણિત વિજ્ઞાન પ્રદર્શનના પ્રારંભમાં પાંચ વિભાગોમાં 70 જેટલી કૃતિઓ રજૂ કરાઈ 

દાહોદમાં ગણિત વિજ્ઞાન પ્રદર્શનના પ્રારંભમાં પાંચ વિભાગોમાં 70 જેટલી કૃતિઓ રજૂ કરાઈ 

દાહોદ,તા.૧૯

દાહોદમાં ગણિત વિજ્ઞાન પ્રદર્શનના પ્રારંભમાં પાંચ વિભાગોમાં 70 જેટલી કૃતિઓ રજૂ કરાઈ 

જીસીઈઆરટી ગાંધીનગર અને ડાયટ દાહોદ પ્રેરિત, દાહોદ જિલ્લા શિયાણાધિકારીની કચેરી અને મહાત્મા ગાંધી શાળા વિકાસ સંકુલ ૧ તેમજ સેન્ટ સ્ટીફન સ્કૂલ દાહોદ દ્વારા આયોજિત ગણિત-વિજ્ઞાન પ્રદર્શન ૨૦૨૨, યોજવામાં આવ્યું હતું. આ કાર્યક્રમના અધ્યક્ષ અને ઉદ્ઘાટક જિલ્લા શિક્ષણ અધિકારી સુશ્રી કાજલબેન દવે હતા મુખ્ય મહ માન જે.આર.પટેલ પ્રમુખ દાહોદ ગરબાડા તાલુકા આચાર્ય સંઘ અને એન.એસ પરમાર મંત્રીશ્રી દાહોદ ગરબાડા તાલુકા આચાર્ય સંઘ તેમજ શિક્ષણ નિરીક્ષક શ્રીમતી મેં ધાવિનીબેન શાસ્ત્રી,મદદનીશ,શિક્ષણ નિરીક્ષક સંજયભાઈ પરમાર, અન્ય શાળાઓના આચાર્યશ્રી કચુડીસી કન્વીનરશ્રીઓ, ક્રિડામંડળના મંત્રીશ્રી ,વિજ્ઞાન મંડળના મંત્રીશ્રીની ઉપસ્થિતિમાં યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમની શરૂઆત પ્રાર્થના અને દીપ પ્રાગટ્ય દ્વારા કરવામાં આવી અને સ્વાગત પ્રવચન સંકુલ સંયોજક ફાધર મારિયા પોલરાજ દ્વારા કરવામાં આવ્યુ હતું. જિલ્લા વિજ્ઞાન મંડળના મંત્રીશ્રી કમલેશ લીમ્બાચીયા દ્વારા પ્રસંગને અનુરૂપ ઉદબોદન કરવામાં આવ્યું હતું. દાહોદ જિલ્લા માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ ઈશ્વરભાઈ પરમાર અને મુખ્ય મહેમાનશ્રીઓ દ્વારા પણ ઉદબોદન કરવામાં આવ્યું. અધ્યક્ષ કાજલબેન દવે દ્વારા પણ ગણિત વિજ્ઞાન પ્રદર્શનને અનુરૂપ સંબોધષ કર્યું હતું

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!