ખિલખિલાટ વાનમાં રૂા. 22 હજારનો મોબાઈલ ફોન એક પરિવાર ભુલી ગયો હતો.આ પરિવારને તેમનો મોબાઈલ ફોન પરત કરી ચાલકે પ્રમાણિકતાનું ઉદાહરણ પુરૂ પાડ્યું છે.

Editor Dahod Live
1 Min Read

રાજેશ વસાવે, દાહોદ 

 

ખિલખિલાટ વાનમાં રૂા. 22 હજારનો મોબાઈલ ફોન એક પરિવાર ભુલી ગયો હતો.આ પરિવારને તેમનો મોબાઈલ ફોન પરત કરી ચાલકે પ્રમાણિકતાનું ઉદાહરણ પુરૂ પાડ્યું છે.

 

માતા અને બાળકને ઘરે મુકવા ગયા હતા દાહોદની ઝાયડસ જનરલ હોસ્પિટલ લોકેશન ખાતે ફરજ બજાવતા ખિલખિલાટ વાનના કેપ્ટન વીરેન્દ્ર કુમાર એસ. રાઠોડ દ્વારા તેઓની ફરજ દરમિયાન તેઓ હોસ્પિટલથી માતા અને બાળકને દાહોદના ગલાલિયાવાડ ખાતે મૂકવા ગયા હતા. ત્યારબાદ મૂકીને પરત હોસ્પિટલ ફર્યા ત્યારે હોસ્પિટલ ખાતે આવીને ગાડીમાં પાછળના ભાગમાં તેઓએ જેાતા તેમને એક ઓપો કંપનીનો મોબાઈલ ફોન મળ્યો હતો .તે મોબાઈલ ફોનની કિંમત આશરે રૂપિયા 22,500 જેટલી હતી.

 

 સંબંધીનો સંપર્ક કરી સામેથી જાણ કરી તેઓને ફોન મળ્યા બાદ તેઓ તે મોબાઈલ ફોનમાં દર્દી ના સગા સંબંધી કે તેઓના ઘરે થી કોઈકનો સંપર્ક કરીને કહ્યું કે આ તમારો ફોન અમારી ખિલખિલાટ વાનમાં તમે ભૂલી ગયા છો. તમે અહી આવી ને મોબાઈલ ફોન લઇ જાઓ તેમ કહી દર્દી ના સગા સબંધી ને બોલાવીને આશરે રૂપિયા 22,500ની કિંમત નો ફોન પરત કરી ખિલખિલાટ વાન ના કેપ્ટન વીરેન્દ્ર કુમાર એસ રાઠોડે પ્રમાણિકતા નું એક ઉત્તમ ઉદાહરણ પૂરૂ પાડ્યું હતું.

Share This Article