
દક્ષિણ ગુજરાતના તાપી જિલ્લામાં આર્મ્સ એક્ટના ગુનામાં છેલ્લા 22 વર્ષથી નાસતા ફરતા આરોપીને ગરબાડા પોલીસે ઝડપી જેલભેગો કર્યોં..
ગરબાડા તા.07
દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના સાહડા ગામેથી સ્થાનિક પોલીસે તાપી જિલ્લામાં આર્મ્સ એક્ટના ગુનામાં છેલ્લા 22 વર્ષથી નાસતા ફરતા આરોપીને ઝડપી જેલ ભેગો કર્યો હોવાનું જાણવા મળેલ છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ગરબાડા તાલુકાના સાહડા ગામના ભુરીયા ફળીયાનો દિનેશભાઈ રાયસીંગભાઇ બામણીયા વર્ષ 2000ની સાલમાં તાપી જિલ્લાના કાંકરાપાર પોલીસ મથકમાં આર્મ્સ એક્ટના ગુનામાં સામેલ હોય છેલ્લા 22 વર્ષથી પોલીસને હાથતાળી આપી વોન્ટેડ હતો. હાલમાં જ વિધાનસભાની ચૂંટણી અંતર્ગત જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શનમાં અસરકારક કામગીરી અંતર્ગત ગરબાડા પોલીસ મથકના પી.એસ.આઇ જે એલ પટેલને બાતમી મળી હતી કે આર્મ્સ એક્ટના ગુનામાં 22 વર્ષથી નાસતા ફરતા વોન્ટેડ આરોપી દિનેશભાઈ બામણીયા સૌરાષ્ટ્રથી મજૂરીએથી પરત પોતાના ઘરે સાહડા આવી રહ્યો છે. તે બાતમીના આધારે ગરબાડા પોલીસે બસ સ્ટેશન પર વોચ ગોઠવી દિનેશભાઈ બામણીયાને ઝડપી જેલ હવાલે કર્યો હતો.