દાહોદના “મુવાલિયા ભીલ સેન્ટર સ્કુલ” ખાતે “જિલ્લા ફેર બદલી કેમ્પ”નું સફળતા પુર્વક આયોજન કરાયું…

Editor Dahod Live
2 Min Read

જીગ્નેશ બારીયા :-  દાહોદ

દાહોદ જિલ્લા મુખ્ય મથક મુવાલિયા ભીલ સેન્ટર સ્કુલ ખાતે જિલ્લા પ્રાથમીક શિક્ષણાધિકારીના નેતૃત્વમાં જિલ્લા ફેર બદલી કેમ્પનું સફળતા પુર્વક આયોજન

દાહોદ તા.૧૧

છેલ્લા કેટલાંક સમયથી દાહોદ જિલ્લામાં અન્ય જિલ્લામાંથી આવતાં શિક્ષકોના બદલી કેમ્પ માટેના આયોજન માટેની પુરજાેશમાં તૈયારીઓ ચાલતી હતી પરંતુ કોઈ અગમ્યકારણોસર બદલી કેમ્પને આખરી ઓપ આપવામાં આવતો ન હતો પરંતુ આજરોજ તારીખ ૧૧.૦૬.૨૦૨૧ના રોજ રાજ્ય સરકારની કોવિડ ૧૯ ગાઈડલાઈન અનુસાર ૧૧.૦૬.૨૦૨૧ના રોજ દાહોદ જિલ્લા મુખ્ય મથક મુવાલીયા ભીલ સેન્ટર સ્કુલ ખાતે દાહોદ

#Paid pramotion

Contact us :- sunrise public school 

જિલ્લાનો જિલ્લા ફેર બદલી કેમ્પનું આયોજન દાહોદ જિલ્લા પ્રાથમીક શિક્ષણાધિકારી મયુર પારેખના અધ્યસ્થાને શૈક્ષણિક સંગઠનોના સહયોગથી ખુબજ સફળતાં પુર્વક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જિલ્લા કક્ષાએ નિમ્ન પ્રાથમીક ૩૦, ઉચ્ચ પ્રાથમીક ભાષા ૧૪, ગણીત – વિજ્ઞાન ૧૭, સામાજીક વિજ્ઞાન ૨૧નું ખુબજ સફળતા પુર્વક બદલી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં દાહોદના પ્રમાણિક અને નિષ્ઠાવાન જિલ્લા પ્રાથમીક શિક્ષણાધિકારી મયુર પારેખના અધ્યસ્થાનેથી તેમજ તેમના નેતૃત્વ માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકારની કોવિડ ૧૯ ગાઈડલાઈનના નિતી નિયમોને આધિન કેમ્પનું નિર્વિધ્ને ખુબજ સફળતા પુર્વક આયોજન કરવામાં આવ્યું હતું.

સમગ્ર દેશ વિદેશમાં કોરોના મહામારીના અજગરી ભરડાએ જાનહાની સર્જી છે તેમાં શૈક્ષણિક જગત સાથે સંકળાયેલ દાહોદ જિલ્લાના મર્હુમ આત્માઓને અંતિમ શ્રધ્ધાંજલિ માટે એક શોક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જે અત્યંત સરાહનીય અને આવકારદાયક છે. દાહોદ જિલ્લા પ્રાથમીક શિક્ષણાધિકારી મયુર પારેખે પોતાની આગવી કુનેહ અને સૈધ્ધાન્તીક નિયમોને આધિન કોઈપણ પ્રકારના વર્ગ વિગ્રહ વગર આ જિલ્લા ફેર બદલી કેમ્પને આખરી ઓપ આપી સફળતાના સોપાન સર કરી બદલી કેમ્પની યશ કલગીમાં વધારો કર્યાે હતો.

Share This Article