
રાહુલ ગારી, ગરબાડા
ટૂંકીવજૂ ના યુવકોને ન્યાય અપાવવા માટે ગરબાડા કોંગ્રેસ સમિતિ અને ધારાસભ્ય ચંદ્રિકાબેન બારીયા દ્વારા દાહોદ જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપ્યું
મોરબીમાં મચ્છુ નદી પર ઝૂલતો પુલ તુટતા 130 થી વધુ લોકોના મોત થયા હતા, અત્યંત દુઃખદ ઘટના બની, આ મામલે બેદરકારીનો ગુનો દાખલ કરી નવ લોકોને અટક કરાઇ છે જેમાંથી ત્રણ લોકો દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના ટૂંકી ગામના ગરીબ આદિવાસીઓ(૧) અલ્પેશ ગોહિલ (૨) દિલીપ ગોહિલ અને (૩) મુકેશ ચૌહાણ મજૂરીકામ માટે ગયા હતા આ ત્રણેય યુવાનો ઓરેવા ઘડિયાળની કંપનીમાં કામ કરતા હતા, તેઓ કંપનીમાં માલ સામાન ઉતારવા અને મુકવાનું કામ કરતા હતા અને ત્યાંથી તેઓને કંપની દ્વારા પુલના સમારકામના કામમાં મૂકવામાં આવ્યા હતા. આ ત્રણેય મજૂરી કામ કરતા યુવાનો નિર્દોષ હોય,આ પૂલનું સમારકામ કરનાર ઓરેવા કંપનીના મેન્ટેનન્સ તથા મેનેજમેન્ટ કરનાર એજન્સીએ આ બ્રિજનું યોગ્ય રીતે સમારકામ તથા ક્વોલિટી તપાસ્યા વગર વિના કાળજી વગર તથા યોગ્ય મેનેજમેન્ટ નહીં કરતા લોકોના મૃત્યુ થયા હતા. સામાન્ય માણસોની જિંદગી જોખમાય તેમ જાણતા હોવા છતાંય પુલને ખુલ્લો મુકાયો હતો.જે બાબતે જવાબદાર વ્યક્તિઓ વિરૂધ કાર્યવાહી કરવાના બદલે સામાન્ય ગરીબ મજૂરોને ફસાવવામાં આવી રહ્યા છે જેમાં ગરબાડા કોંગ્રેસ સમિતિ અને ધારાસભ્ય ચંદ્રિકાબેન બારીયા દ્વારા ટૂંકી ગામના આ મજૂરોના પરિવારો સાથે જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ હર્ષદભાઈ નીનામા અને બીજા આગેવાનો અને ગામ લોકો સાથે કલેકટરને મળી આવેદનપત્ર આપીને રજૂઆત કરી હતી