
રાજેન્દ્ર શર્મા, દાહોદ લાઇવ ડેસ્ક
દાહોદમાં લાંબા સમયથી ચાલતી અટકળોનો અંત:પી.આઈ.રાજેશ કાનમિયાની દાહોદ ખાતે બદલી કરાઈ…
પોલીસ વિભાગ દ્વારા 27 જેટલાં બિન હથિયારધારી પોલીસ ઇન્સ્પેક્ટરની બદલીઓનો ગંજીફો ચિપાયો…
દાહોદના જન પ્રતિનિધિઓની ખાસ ફરમાઈશ તેમજ રાજકારણીઓની ખાસ લો્બિંગના આધારે પી. આઈ ની દાહોદ ખાતે બદલી કરાઈ હોવાની ચર્ચાઓ..
પી.આઈ.રાજેશ કાનમિયા જિલ્લા પોલીસવડા ની સ્પેશલ સ્કવોડ ગણાતી LCB શાખામાં મુકાય તેવી સંભાવના
દાહોદ તા.02
રાજ્ય સરકાર દ્વારા આજરોજ 27 જેટલા બિન હથિયારધારી પોલીસ ઇન્સ્પેક્ટરની બદલીનો ગંજીફો ચીપિયો છે. જેમાં વડોદરા સી.આઈ. ડી. ક્રાઇમમાં ફરજ રાજેશ કાનમિયાની દાહોદ ખાતે બદલી કરાતા તેઓની દાહોદ ખાતે બદલી અંગે લાંબા સમયથી ચાલતી અટકળોનો અંત આવ્યો છે. ત્યારે તેઓની જન પ્રતિનિધિઓ તેમજ સ્થાનિક રાજનેતાઓની ખાસ ભલામણને પગલે દાહોદ ખાતે પોસ્ટિંગ આપ્યું હોવાની ચર્ચાઓ ઉઠવા પામી છે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે.રાજ્ય સરકાર તેમજ ચૂંટણી પંચ દ્વારા રાજ્ય વ્યાપી અધિકારીઓની બદલીઓનો દોર શરૂ કરવાની કવાયત હાથ ધરી છે ત્યારે તાજેતરમાં જ પોલીસ વિભાગમાં આઈ.પી.એસ,પી.આઇ, પોલીસ સબ ઇન્સ્પેક્ટર તેમજ ડી વાય એસ.પી કક્ષાના પોલીસ અધિકારીઓની ધરમૂળથી રાજ્યવ્યાપી બદલીઓ કરવામાં આવી હતી.ત્યારે આજરોજ પોલીસ વિભાગ દ્વારા વધુ 27 જેટલા બિન હથિયારધારી પોલીસ ઇન્સ્પેક્ટરોની બદલીઓનો ગંજીપો ચીપવામાં આવ્યો છે.જેમાં વડોદરા ખાતે સી. આઈ. ડી.ક્રાઇમમાં ફરજ બજાવી રહેલા પી.આઈ.આર.સી કાનમિયાની દાહોદ ખાતે બદલી કરી દેવામાં આવી છે.અત્રે ઉલ્લેખનીય છે કે સી. આઈ. ડી. ક્રાઇમમાં ફરજ બજાવી રહેલા આર.સી. કાનમીયાની દાહોદ ખાતે બદલીની ઘણા લાંબા સમયથી અટકળો નો અંત આવ્યો છે. ત્યારે આર.સી.કાનમિયા ભૂતકાળમાં દાહોદ જિલ્લામાં દાહોદ ગ્રામ્ય સહીત અન્ય પોલીસ મથકોમાં પી એસ.આઇ તરીકે ફરજ બજાવી ચુક્યા છે.તેમજ તેઓ પોલીસ ખાતામાં બહોળો અનુભવ પણ ધરાવે છે.સાથે સાથે દાહોદ જિલ્લાના જન પ્રતિનિધિઓ તેમજ સ્થાનિક રાજકીય લો્બિંગના આધારે તેમની દાહોદ ખાતે પોસ્ટિંગ થઇ હોવાનું અંદર ખાને ચર્ચાઈ રહ્યું છે. પી.આઈ બી. ડી. શાહ ની LCB માંથી બદલી થયાં બાદ LCB નું પોસ્ટિંગ ખાલી પડ્યું છે.જે હાલ ઇન્ચાર્જ પી. આઈ. તરીકે ખાંટ ચલાવી રહ્યા છે.ત્યારે દાહોદ ખાતે મુકાયેલા પી.આઈ. રાજેશ કાનમિયાને દાહોદમાં અત્યંત મહત્વપૂર્ણ ગણાતી જિલ્લા પોલીસ વડાની સ્પેશ્યલ સ્કવોડ LCB શાખામાં પોસ્ટિંગ થાય તેવી ચર્ચાઓ પોલીસ ખાતામાં જોરશોરથી ચર્ચાઈ રહી છે.