Sunday, 05/02/2023
Dark Mode

વિધાનસભા ચૂંટણી મહા સંગ્રામ..ગરબાડા બેઠક ઉપર કોંગ્રેસ હેટ્રિક કરશે કે ભાજપ સીટ જીતવાનો નવો ચક્રવ્યુહ રચશે…???

November 3, 2022
        1055
વિધાનસભા ચૂંટણી મહા સંગ્રામ..ગરબાડા બેઠક ઉપર કોંગ્રેસ હેટ્રિક કરશે કે ભાજપ સીટ જીતવાનો નવો ચક્રવ્યુહ રચશે…???

રાજેન્દ્ર શર્મા :- એડિટર ઈન ચીફ 

વિધાનસભા ચૂંટણી મહા સંગ્રામ..ગરબાડા બેઠક ઉપર કોંગ્રેસ હેટ્રિક કરશે કે ભાજપ સીટ જીતવાનો નવો ચક્રવ્યુહ રચશે…???

અગામી 2022 ની ચૂંટણીમાં ભાજપ કોંગ્રેસ સહિત આમ આદમી પાર્ટી, તેમજ બીટીપી વચ્ચે ચૂંટણીનો જંગ ખેલાશે..??

ગરબાડા તાલુકામાં કોઈ વિકાસના કાર્યો ન થયાં હોવાના ભાજપના આક્ષેપો:MLA ની ગ્રાન્ટમાંથી તાલુકાના જુદા જુદા વિસ્તારોમાં કામો કર્યાના કોંગ્રેસના દાવાઓ

ગરબાડા અનુસૂચિત જનજાતિ બેઠક પર જાતિગત સમીકરણો વચ્ચે કોંગ્રેસ હેટ્રિક મારશે,ભાજપ બાજી મારી જશે અથવા બન્નેની લડાઈમાં ત્રીજો ખેલ બગાડશે..??

આજે ચૂંટણીની તારીખોની જાહેરાત સાથે વિધાનસભાનું ચૂંટણી સંગ્રામનું બયુગલ વાગશે..

ગરબાડા તા 03

ગુજરાત વિધાનસભાની 2022 ની ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે  ચૂંટણી પંચ ગુજરાતની ચૂંટણીની તારીખો થોડીવારમાં જાહેર કરશે. ત્યારે ગરબાડા વિધાનસભા બેઠક પર આ વખતે ખરાખરી તેમજ ભાજપ કોંગ્રેસ બન્ને માટે પ્રતિષ્ઠા નો જંગ ખેલાશે જોકે આ વખતે ત્રીજા મોર્ચા તરીકે આમ આદમી પાર્ટી પણ સારી એવી મહેનત કરી રહી છે  તો બીજી બાજુ બીટીપી પણ આદિવાસી બાહુલ્ય ધરાવતા વિસ્તારોમાં કિસ્મત અજમાવવા કમર કસી છે.સાથે સાથે અન્ય ક્ષેત્રીય પાર્ટીઓ ભલે જીતીના શકે પરંતુ વોટ કાપીને અન્ય કોઈ પાર્ટીને હરાવવા કારણ ભૂત જરૂર  બનશે તેવી શક્યતાઓ પણ આ વખતે ન કરી શકાય તેમ નથી.ગરબાડા બેઠક પર કોંગ્રેસ સતત બે વખત ચૂંટણી જીતી છે . સાથે જ  કૉંગ્રેસના ધારાસભ્ય ચંદ્રિકાબેન બારીયાનું 15 વર્ષથી ધારાસભ્ય છે.આ વખતે ગરબાડા બેઠક પર કોંગ્રેસને જીતની હેટ્રિક કરતાં ભાજપ અને આમ આદમી પાર્ટી રોકવાનો પ્રયાસ કરશે. ગરબાડા બેઠક પર ચંદ્રિકાબેન અહીંથી સતત બે ટર્મથી ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવી છે. અને બન્ને વખતે અજેય રહ્યા છે . તેમણે 2017 ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપના મહેન્દ્રભાઈ રમેશભાઈ ભાભોરને હરાવ્યા હતા.ત્યારબાદ ચંદ્રિકાબેને ગત ચૂંટણીમાં 64,280 મત મેળવ્યા હતા.અને ભાજપના ઉમેદવાર 48,152 મતો સાથે બીજા ક્રમે રહ્યા હતા.તે પહેલા વર્ષ 2012માં ચંદ્રિકાબેને ભાજપના મોહિન્દ્રાબેન રાઠોડને હરાવ્યા હતા.2012 ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ચંદ્રિકાબેનને કુલ 69,295 મત મળ્યા હતા.જ્યારે બીજા ક્રમે ભાજપના ઉમેદવારને 33,521 મત મળ્યા હતા . ભાજપને બે વખત હારનો સામનો કરવો પડ્યો છે  ચંદ્રિકાબેન ભલે 2017 માં સતત બીજી વખત ચૂંટણી જીત્યા હોય,પરંતુ તેમનો વોટ શેર ઓછો આવ્યો છે. વિધાનસભાના પરિણામની વાત કરીએ તો  2012 માં 57.54 ટકા વોટ મળ્યા હતા , તે છેલ્લી વિધાનસભા ચૂંટણીમાં ઘટીને ભાજપને બે વખત હારનો સામનો કરવો પડ્યો ચંદ્રિકાબેન ભલે 2017 માં સતત બીજી વખત ચૂંટણી જીત્યા હોય , પરંતુ તેમનો વોટ શેર ઓછો આવ્યો છે . માહિતી અનુસાર , જ્યાં તેમને 2012 માં 57.54 ટકા વોટ મળ્યા હતા , તે છેલ્લી વિધાનસભા ચૂંટણીમાં ઘટીને 50.75 પર આવી ગયા હતા . તેનાથી વિપરીત ભાજપને અહીં બે વખત હારનો સામનો કરવો પડ્યો હોય , પરંતુ તેની વોટ ટકાવારીમાં વધારો થયો છે . આ તેના માટે રોમાંચક એ છે કે અહીંયા ભાજપ કોંગ્રેસ સહિત આમ આદમી પાર્ટી વચ્ચે ચૂંટણીનો માહોલ જામશે.2012 માં ભાજપના ઉમેદવારને 27.83 ટકા વોટ મળ્યા હતા , જ્યારે 2017 માં તે વધીને 38.02 થઈ ગયા હતા . 1 ગરબાડા વિધાનસભાના સમીકરણની વાત કરીએ તો તે એસ.ટી માટે અનામત બેઠક છે .આ વિધાનસભા ક્ષેત્રમાં કુલ 2,33,140 મતદારો છે. જેમાં પુરૂષ મતદારોની સંખ્યા 1,15,856 અને મહિલા મતદારોની સંખ્યા 1,17,280 છે . જ્યારે વિધાનસભા મત વિસ્તારમાં 4 % મતદારો અન્ય કેટેગરીના છે . 2017 ની વિધાનસભા ચૂંટણીમાં અહીં બીજા તબક્કામાં મતદાન થયું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!