
દાહોદ નગરપાલિકા ચૂંટાયેલી પાંખના સુધરાઈ સભ્યોનો અંદરો અંદરનો ડખો બહાર આવ્યો
દિવાળી પૂર્વે નગરપાલિકા સામાન્ય સભામાં વિરોધના ફટાકડા ફૂટ્યા
સામાન્ય સભામાં ભાજપનાજ સભ્યોએ પક્ષની કામગીરી સામે વાંધો ઉઠાવ્યો
પ્રમુખ તેમજ ચૂંટાયેલી પાંખની કાર્યશેલીથી અકળાયેલા ભાજપના સભ્યોએ સામાન્ય સભામાં બળાપો કાઢ્યો
બે કલાકથી વધુ ચાલેલી સામાન્ય સભામાં ભાજપના સભ્યો વચ્ચે અંદરો અંદર સર્જાયેલા ગરમા ગરમીના દ્રશ્યો વચ્ચે 26 જેટલાં કામોને બહાલી અપાઈ
દાહોદ તા.16
દાહોદ નગરપાલિકાની સામાન્ય સભા ભારે તોફાની બની હતી.નગરપાલિકાના સભાખંડમાં યોજાયેલી સામાન્ય સભામાં કોંગ્રેસ તો ઠીક પરંતુ ભાજપના જ સુધરાઈ સભ્યોએ પાલિકાના વહીવટ અને રીતિનીતિ અકળાયેલા સભ્યોએ સામાન્ય સભામાં બળાપો કાઢ્યો હતો.તેમજ ગત સામાન્ય સભામાં લીધેલા 14 એજન્ડાઓમાં ખુલ્લેઆમ વિરોધ દર્શાવ્યો હતો. જેના પગલે સામાન્ય સભામાં ગરમાગરમીના દ્રશ્યો જોવા મળ્યા હતા.લાંબા સમયબાદ બે કલાક થી પણ વધુ ચાલેલી સભામાં ગતસભાના 14 મુદ્દાઓ પેકી એક એજેન્ડાને લઈને ભારે વિરોધ અંદરો અંદર નો રોષ બહાર આવ્યો હોય તેમ જોવા મળ્યો હતો. જોકે વિવાદ વધુ વકરે તે પહેલા ચૂંટાયેલી પાંખે એજેન્ડાનો ઠરાવ રદ કરી નવેસરથી પ્રક્રિયા કરવા માટે સહમતી બંધાઈ હતી.તેમજ આજના સામાન્ય સભાના 18 મુદ્દા તેમજ વધારાના 8 મુદ્દાઓ મળી કુલ 26 કામોને બહાલી આપવામાં આવી હતી જોકે એક તબ્બકે લાંબા સમય સુધી બોર્ડ ચલાવવા માટે કોંગ્રેસના સુધરાઈ સભ્યોએ ભાજપનો આભાર માન્યો હતો.
દાહોદ નગરપાલિકાના સભાખંડમાં પાલિકા ચીફ ઓફિસર, પ્રમુખ,પક્ષના નેતા,કારોબારી ચેરમેન,તેમજ સુધરાઈ સભ્યોની ઉપસ્તિથીમાં સામાન્ય સભાના 12 ના ટકોરે શરૂ કરાઈ હતી આજની સામાન્ય સભામાં આજના 18 તેમજ વધારાના 8 કામો મળી કુલ 26 જેટલાં એજન્ડાઓને દર વખતની જેમ ગણતરીની મિનિટોમાં પૂર્ણ કરવા માટેની જાહેરાત કરતાની સાથે ભાજપનાજ વોર્ડ નંબર 9 ના સુધરાઈ સભ્ય અને પાલિકામાં આરોગ્ય સમિતિના ચેરમેન દીપેશ લાલપુરવાલાએ સામાન્ય સભામાં ઉભા થઈ અને જણાવ્યું હતું.કે આ સામાન્ય સભા લોકશાહીની રીતે ચાલવી જોઈએ તેમ જણાવી વિરોધનો બ્યુગુલ ફૂંક્યો હતો અને પોતાના જ ચૂંટાયેલી પાંખને ગત સામાન્ય સભાના 14 જેટલાં કામોમાં ઘેરી તમામ એજન્ડાઓ રદ કરવા માટે જણાવ્યું હતું જેને લઈને એક તબક્કે પાલિકામાં સ્તબધાનો માહોલ જોવા મળ્યો હતો.દીપેશ ભાઈ લાલપુરવાલાએ વારાફરતી તમામ 14 જેટલાં મુદ્દાઓ પર ચૂંટાયેલી પાંખની ખામીઓને જણાવી પાલિકાની રીતિ નીતિ તેમજ કામ કરવાની ઢબને નિયમો વિરુદ્ધ હોવાનું જણાવ્યું હતું.
ત્યારબાદ સર્વાનુમતે જિલ્લા પંચાયતના મકાનની બાજુમાં આવેલી ખુલ્લી જગ્યામાં તેમના મળતીયાઓને અજમાઈસી ધોરણે આપેલા પાર્કિંગના ટેન્ડરને રદ કરી નવે સરથી નિયમો અનુસાર પક્રિયા કરવાની અનુમતિ દરેક સભ્યોએ દર્શાવી હતી.તેમજ સાથે સાથે જનસેવા કેન્દ્રમાં કામ કરતા કર્મચારીઓના પગાર ચૂકવાય છે. તો તેની સામે કેટલા લોકોએ જન સેવા કેન્દ્રનો લાભ લીધો તે અંગે હિસાબો માંગવામાં આવ્યા હતા. અને ગતસભામાં બ્રેકર મશીન ગ્રાન્ટમાંથી અથવા સ્વભંડોળમાંથી ખરીદી કરવા માટેની બહાલી અપાઈ હતી.પરંતુ ત્રણ મહિનાઓ બાદ પણ પાલિકાએ બ્રેકર મશીનના ખરીદતા દીપેશભાઈ લાલપુરવાલાએ પાલિકાની ઝાટકણી કાઢી હતી. અને ફરીથી ત્રણ મહિના બાદ ખરીદી લેવાની બાહેંધરી બોર્ડ દ્રારા અપાઈ હતી.પાલિકાની અધતન લાઈબ્રેરી હોવા છતાંય તે અંગે પણ તે લાઈબ્રેરી સ્માર્ટ સીટીને કેમ ફાળવાય તે અંગે પણ પ્રશ્નો પૂછ્યા હતા સાથે સાથે પ્રજાના પૈસાનો દુરુપયોગના થાય તેમ પણ જણાવ્યું હતું.
દાહોદ પાલિકાની આજે યોજાયેલી ત્રીમાસિક સામાન્ય સભામાં વોર્ડ નંબર 06માં વિકાસના કામો 18 જેટલાં મહિનાથી ના થતા હોવાની રજુઆત કરી વિરોધ કરાયો હતો.જેથી ચૂંટાયેલી પાંખના સભ્ય અને દિવાબત્તી સમિતિના ચેરમેન અહેમદ ચાંદ ના નવા ડેવલોપમેન્ટ થયેલા મદની નગરમાં તેમજ અન્ય વિસ્તારોમાં વિકાસના કામોનો લોલીપોપ પાલિકા અને તેમના વહીવટી તંત્ર દ્રારા અપાતા આજે સુધરાઈ સભ્ય અહેમદ ચાંદનો પણ પિત્તો ખસી ગયો હતો.અને સભામાં પોતાના વિસ્તારને વિકાસના કામોથી વંચિત રાખી ધર્મ આધારિત જોડાતા હોવાના આક્ષેપો લગાવી વિરોધ કરાતા સભા ખંડમાં માહોલ ગરમાયો હતો.જોકે જણાવાયું હતું કે 1500 જેટલાં પાણીના કનેક્શનઆપ્યાના દાવાઓ કરવામાં આવ્યા હતા.ત્યારે વોર્ડ નંબર 06 ના સુધરાઈ સભ્ય દ્રારા જણાવાયું હતું.કે મદની નગરમાં 250 જેટલાં કનેકશન આપવાના છે તે હજુ સુધી પૂર્ણ કરવામાં આવ્યા નથી. તેમજ ભૂગર્ભ ગટર બનાવી ઓપન ગટરો બંધ કરાતા રોડ રસ્તાઓ ઉપર ગંદુ પાણી વહેતુ હોવાની પણ રજુઆત કરી ભૂગર્ભ ગટર તાત્કાલિક ચાલુ કરવા માટે રજુઆત કરાઈ હતી અને રોડ રસ્તા ગટર સ્ટ્રીટ લાઈટો જેવી વિસ્તારના રહીશોને સુખાકારી ની સુવિધાઓ મળતી રહે તેવી રજુઆત કરાઈ હતી ત્યારે પાલિકા પ્રમુખ દ્રારા બાહેંધરી અપાઈ હતી કે તે વિસ્તારમાં બે મહિનામાં કામો પૂર્ણ થઈ જશે તેવી બાહેંધરી અપાઈ હતી.
આજરોજ સામાન્ય સભામાં ચડસા ચડસીના માહોલ વચ્ચે એક તરફ ભાજપના સભ્યોએ પક્ષના જ સત્તાધીશોની રીતિ નીતિ અને વહીવટ સામે આંગળી ચીંધી હતી ત્યારે બીજી તરફ વિરોધ પક્ષના નેતા તેમજ કોંગ્રેસના સુધરાઈ સભ્ય કાઈદ ચૂનાવાલાએ ભૂતકાળમાં બહુચર્ચિત ડમ્પિંગ યાર્ડ કૌભાંડમાં ઉંચકક્ષાએથી થયેલી તપાસો તેમજ પૈસા ભરવાનો હવાલો આપી આવું કોઈ કૃત્યના કરશો જેના લીધે નિર્દોષ સુધરાઈ સભ્યોને ભોગવવાનો વારો આવે જેવી પુનઃ આવી કોઈ પરિસ્તિથીનું નિર્માણ ના થાય તેવું જણાવ્યું હતું. જોકે કોંગ્રેસના સુધરાઈ સભ્ય ઈસ્તીયાક સૈયદે ફૂડ કોર્ટ તેમજ ગેમઝોનમાં કોની મંજૂરીથી બાંધકામ થઈ રહ્યું છે. તે અંગે પાલિકાના સત્તાધીશોને ઘેર્યા હતા.