દાહોદ જિલ્લામાં વિદેશી દારૂની રેલમછેલ.
દાહોદ જિલ્લામાં પોલીસે ત્રણ જુદી જુદી જગ્યાએ પ્રોહી રેડ દરમિયાન 2 લાખના મુદ્દામાલ સાથે 4 મહિલાઓને ઝડપી:ત્રણ ઈસમો ફરાર…
દાહોદ જિલ્લામાં બે સ્થળેથી થેલામાં દારૂ લઇ જતી ચાર મહિલાઓ ઝડપાઈ
દાહોદ તા.૧૩
દાહોદ જિલ્લામાં પોલીસે ત્રણ જુદી જુદી જગ્યાએ પ્રોહી પાડી કુલ રૂા. ૨,૦,૨,૩૨૭ના પ્રોહી જથ્થા સાથે બે મોટરસાઈકલો તેમજ ત્રણ ઈસમો નાસી જવામાં સફળ રહ્યાંનું જ્યારે ચાર મહિલાઓની પોલીસે અટકાયત કરી હોવાનું જાણવા મળે છે.
પ્રોહીનો પ્રથમ બનાવ દેવગઢ બારીઆ તાલુકાના પાંચીયાસાળ ગામે બનવા પામ્યો હતો જેમાં ગત તા.૧૨મી ઓક્ટોમ્બરના રોજ સાગટાળા પોલીસને મળેલ બાતમીના આધારે પાંચીયાસાળ ગામે નાકાબંધી કરી આવતાં જતાં તમામ નાના મોટા વાહનોની તલાસી હાથ ધરી રહી હતી તે સમયે બાતમીમાં દર્શાવેલ બે મોટરસાઈકલો ત્યાંથી પસાર થતાં પોલીસને દુરથી જાેઈ બંન્ને મોટરસાઈકલો પર સવાર કલસિંગભાઈ ગોહાયભાઈ કનેશ તથા તેની સાથેના બીજા બે ઈસમો સ્થળ પર બંન્ને મોટરસાઈકલો મુકી નાસી ગયાં હતાં. પોલીસે બંન્ને મોટરસાઈકલોને કબજે લઈ તેની ઉપરથી કંતાનના થેલમાંથી વિદેશી દારૂની કુલ બોટલો નંગ. ૮૨૮ કિંમત રૂા. ૧,૩૩,૭૪૦ના પ્રોહી જથ્થા સાથે ઉપરોક્ત ફરાર ત્રણેય ઈસમો વિરૂધ્ધ સાગટાળા પોલીસે પ્રોહીનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રોહીનો બીજાે બનાવ લીમખેડા તાલુકાના દાંતીયા ગામે બનવા પામ્યો હતો જેમાં ગત તા.૧૨મી ઓક્ટોમ્બરના રોજ મધુબેન મેસુલભાઈ ડામોર (રહે. મોટીખરજ, ડામોર ફળિયુ, તા.જિ.દાહોદ) અને આશાબેન રાહુલભાઈ રામચંદભાઈ ડામોર (રહે. દેવધા, નિશાળ ફળિયું, તા.ગરબાડા, જિ.દાહોદ) બંન્ને મહિલાઓ દાંતીયા ગામે પોતાની સાથે થેલાઓમાં વિદેશી દારૂ લઈ ઉભી હતી તે સમયે ત્યાંથી પસાર થતી લીમખેડા પોલીસને શંકા જતાં પોલીસે ઉપરોક્ત બંન્ને મહિલાઓ પાસે જઈ તેઓના થેલાઓની તલાસી લેતાં પોલીસે થેલાઓમાંથી વિદેશી દારૂની બોટલો નંગ. ૨૮૮ કિંમત રૂા. ૩૦,૮૧૬ના પ્રોહી જથ્થા સાથે ઉપરોક્ત બંન્ને મહિલાઓની અટકાયત કરી લીમખેડા પોલીસે પ્રોહીનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રોહીનો ત્રીજાે બનાવ લીમખેડા નગરના શાસ્ત્રી ચોક ખાતે બનવા પામ્યો હતો જેમાં ગત તા. ૧૨મી ઓક્ટોમ્બરના રોજ શાસ્ત્રી ચોક ખાતે કલાબેન આકાશભાઈ ડામોર (રહે. દેવધા, નિશાળ ફળિયું, તા.ગરબાડા, જિ.દાહોદ) અને શીબેન મનાભાઈ ડામોર (રહે. દેવધા, નિશાળ ફળિયુ, તા.ગરબાડા, જિ.દાહોદ) નાઓ પોતાની સાથે થેલાઓમાં વિદેશી દારૂનો જથ્થો લઈ ઉભા હતાં તે સમયે ત્યાંથી પસાર થતી પોલીસને શંકા જતાં ઉપરોક્ત બંન્ને મહિલાઓ પાસે જઈ તેઓની પાસેના થેલાઓની તલાસી લેતાં પોલીસે તેમાંથી વિદેશી દારૂની બોટલો નંગ. ૩૫૩ કિંમત રૂા. ૩૭,૭૭૧ના પ્રોહી જથ્થા સાથે ઉપરોક્ત બંન્ને મહિલાઓની અટકાયત કરી લીમખેડા પોલીસે પ્રોહીનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
———————————