દાહોદમાં જવેલર્સ ની દુકાનમાં ખરીદી કરવાના બહાને આવેલી ત્રણ મહિલાઓએ ચાંદીના દાગીના પાર કર્યા

Editor Dahod Live
1 Min Read

રાજેશ વસાવે, દાહોદ

 

દાહોદમાં જવેલર્સ ની દુકાનમાં  ખરીદી કરવાના બહાને આવેલી ત્રણ મહિલાઓએ ચાંદીના દાગીના પાર કર્યા

 

દાહોદ તા.૨૧

 

દાહોદ શહેરમાં એક જ્વેલર્સની દુકાનમાં ખરીદી કરતી એક મહિલાની નજર ચુકવી ત્રણ અજાણી મહિલાઓ ૨૫,૦૦૦ની કિંમતના ચાંદીના છડા લઈ ફરાર થઈ જતાં વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે.

 

ગત તા.૨૦મી ઓગષ્ટના રોજ દાહોદ શહેરના પડાવ વિસ્તાર ખાતે નેતાજી બજાર ખાતે રહેતાં મીત નિલેશકુમાર સોનીના માતા બિંદુબેન દાહોદ શહેરના એ.પી.એમ.સી. માર્કેટ ગેટ નં. ૧ની સામે આવેલ મહાદેવ જ્વેલર્સની દુકાનમાં ખરીદી કરતાં હતાં અને તેઓની પાસે ૨૫,૦૦૦ની કિંમતના ૪ નંગ. છડા બોક્ષમાં હતાં. આ છડાને કોઈ અજાણી ત્રણ મહિલાઓ દ્વારા જ્વેલર્સની દુકાને આવી બિંદુબેનની નજર ચુકવી છડા લઈ ફરાર થઈ જતાં ઘટનાને પગલે સ્થળ પર ઉહાપોહ મચી જવા પામ્યો હતો.

 

આ સંબંધે મીત નિલેશકુમાર સોનીએ દાહોદ શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

 

Share This Article