દેવગઢ બારિયામાં નજીવી બાબતે એક જ પરિવારના ચાર સભ્યોએ મહિલા સહિત ત્રણ વ્યક્તિઓને ફટકાર્યા…
દેવગઢ બારિયામાં નજીવી અદાવતે એક જ પરિવારના ચાર સભ્યોએ બે મહિલા સહિત ત્રણ વ્યક્તિઓ ઉપર હુમલો કરી ગડદાપાટુનો માર માર્યાનો જાણવા મળેલ છે.
દે.બારિયા તા.૨૨
પ્રાપ્ત માહિતી અનુસાર દેવગઢ બારીયા નગરના મીઠા પ્લોટ લાલબાગ પાસેના રહેવાસી સબીરભાઈ ઇબ્રાહીમભાઇ સલાટની પુત્રી સહીસ્તા અને સલીહા રસ્તેથી પસાર થઈ રહી હતી તે સમયે તેમના જ વિસ્તારના મુમતાજ ભાઈ બાબુભાઈ યુસુફભાઈ સલાટ, સમીરાબેન બાબુભાઈ યુસુફભાઈ સલાટ, તેમજ સુમૈયાબેન બાબુભાઈ યુસુફભાઈ સલાટે ઉપરોક્ત બંને યુવતીને તું અમારા ઘર નજીક રસ્તા પરથી કેમ નીકળે છે. તેમ કહી બેફામ ગાળો બોલતા ઉપરોક્ત બંને યુવતીઓએ ગાળો બોલવાનું ના પાડતા મમતા સલાટ તેમજ તેમની બંને પુત્રીઓ સહીસ્તા અને સલીહા ઉપર તૂટી પડી હતી અને લાપટો ઝાપટો મારી જાનથી મારી નાખવાની ધાકધમકી આપી હતી. જે બાદ બંને યુવતી હોય તેમના પિતાને આવીને સઘળી હકીકત બતાવતા સબીરભાઈ ઈબ્રાહીમભાઇ સલાટ યુસુફભાઈ સલાટ ના ઘરે જતા તેમના તેમના પુત્ર સોહેલ સલાટને બંને પુત્રીઓને માર મારવાનું કારણ પૂછતા ઉસકેરાયેલા સોહેલે ઇબ્રાહીમ ભાઈને ગાળો બોલી પાવડાની મુંદર માથાના માથાના ભાગે મારતા ઇજાગ્રસ્ત બનેલા ઇબ્રાહીમ ભાઇ સલાટે દેવગઢબારિયા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા દેવગઢબારિયા પોલીસે ઉપરોક્ત ચારે ઈસમો વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની તપાસ કરી છે.