દે.બારિયા તાલુકાના મોટી ઝરી ગામે પશુઓની દોડા-દોડમાં બાળકી અડફેટે આવી પાણી ભરેલા કુવામાં પડતા મોતને ભેટી..
દાહોદ તા.૦૨
દાહોદ જિલ્લાના દેવગઢ બારીઆ તાલુકાના મોટીઝરી ગામે પશુઓની દોડાદોડીમાં એક ૧૨ વર્ષીય બાળા આવી જતાં પશુઓની અડફેટે બાળા નજીકમાં આવેલ પાણીવાળા કુવામાં પડી જતાં કુવાના ઉંડા પાણીમાં ડુબી જવાથી બાળાનું મોત નીપજ્યાંનું જાણવા મળે છે.
ગત તા.૩૦મી સપ્ટેમ્બરના રોજ દેવગઢ બારીઆ તાલુકાના અંતેલા ગામે તળાવ ફળિયામાં રહેતી ૧૨ વર્ષીય જયશ્રીબેન ભોપતભાઈ પટેલ મોટીઝરી ગામે ખેતરમાં ચરતાં પશુઓ લેવા માટે ગઈ હતી. આ દરમ્યાન પશુઓમાં નાસભાગ મચતાં આ દરમ્યાન જયશ્રીબેન પશુઓની અડફેટેમાં આવી નજીકમાં આવેલ પાણીવાળા કુવામાં પડી ગઈ હતી જેને પગલે કુવાના ઉંડા પાણીમાં જયશ્રીબેન ડુબી જતાં તેઓનું મોત નીપજ્યું હતું. ઘટનાને પગલે સ્થળ પર લોકટોળા ઉમટી પડ્યાં હતાં. ઘટનાની જાણ સ્થાનીક પોલીસને કરવામાં આવતાં પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી ગયો હતો. જયશ્રીબેનને મોતને પગલે પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. પોલીસે મૃતક જયશ્રીબેનના મૃતદેહને કુવામાંથી બહાર કાઢી નજીકના દવાખાને પીએમ અર્થે મોકલી આપી હતી. ઘટનાને પગલે પરિવારજનોમાં ગમગીની છવાઈ ગઈ હતી.
આ સંબંધે અંતેલા ગામે તળાવ ફળિયામાં રહેતાં ભોપતભાઈ લલ્લુભાઈ પટેલે પીપલોદ પોલીસ મથકે જાણ કરતાં પોલીસે અકસ્માત મોતના ગુનાના કાગળો કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
———————————–