. બારીયામાં પાંચ દિવસ અગાઉ જ લગ્નના તાંતણે બંધાયેલી પરણીતાએ પ્રેમી જોડે ઝેરના પારખા કર્યા:બંનેના મોત.

Editor Dahod Live
3 Min Read

દે. બારીયામાં પાંચ દિવસ અગાઉ જ લગ્નના તાંતણે બંધાયેલી પરણીતાએ પ્રેમી જોડે ઝેરના પારખા કર્યા:બંનેના મોત..

દાહોદ તા.૨૫

દાહોદ જિલ્લાના દેવગઢ બારીઆ તાલુકાના કાળીડુંગરી ગામના એકજ કુંટુંબના યુવક – યુવતીએ ગઈકાલે સીમમાં દુર જઈ કોઈ ઝેરના પારકા કરી જીવનલીલા સંકેલી લીધી હતી. જેમાં મરણજનાર યુવતીના પાંચ દિવસ અગાઉ જ લગ્ન થયેલા હોવાનું બહાર આવ્યું છે. ત્યારે ગઈકાલે કાળીડુંગરી ગામના લક્ષ્મણ સેન્ડા પટેલ પરિવાર સાથે સુઈ ગયાં હતાં અને રાત્રીના બારેક વાગ્યાના આસપાસ ઘરની બહાર નીકળેલ અને ઘરે ઓસરીમાં જાેયુ તો તેમની છોકરી જાેવા મળી ન હતી જેથી ઘરના સભ્યોએ આજુબાજુમાં તપાસ કરતાં કોઈ જગ્યાએ આ છોકરીનો પત્તો મોડી રાત સુધી નહીં મળતાં ઘરે આવીને બધા સુઈ ગયાં હતાં બીજે દિવસે સવારે નવેક વાગ્યાના સુમારે ફળિયાના છોકરાઓ પશુ ચરાવવા માટે ગામની સીમ તરફની ડુંગરી બાજુ જતાં ત્યાં પથ્થરો ઉપર આ છોકરી અને ગામનો અને ફળિયાનો છોકરો નામે કીરીટ પર્વત સુઈ રહેલ જાેવા મળ્યાં હતાં જેથી ગોવાણીયા છોકરા દોડીને ઘરે આવીને વાત કરતાં ત્યાં જઈને જાેયુ ત્યારે બંન્ને જણા મરણ ગયેલ હાલતમાં પડેલ હતાં અને બંન્નેના મોંઢામાંથી ફીણ નીકળતું હતું અને તેમની નજીક એક દવાની બોટલ પણ મળી આવી હતી જેથી બનાવ અંગે મરણ જનાર છોકરીના કાકા રમણ પ્રતાપ પટેલે દેવગઢ બારીઆ પોલીસ મથકે જાણવા જાેગ આપતાં બંન્ને જણાએ ઝેરી દવા પીને આત્મહત્યા કરી હોવાનો ગુનો નોંધી પોલીસે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઘટનાને પગલે બંન્નેના પરિવારજનો ઘટના સ્થળ પર દોડી આવ્યાં હતાં અને ગ્રામજનો પણ ઘટના સ્થળ પર ઉમટી પડ્યાં હતાં. ઘટનાને પગલે સ્થળ પર પરિવારજનોમાં આક્રંદનો માહોલ છવાઈ ગયો હતો. ઘટનાની જાણ પોલીસને કરવામાં આવતાં પોલીસ પણ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને બંન્નેના મૃતદેહોનો કબજાે લઈ નજીકના દવાખાને પીએમ અર્થે રવાના કરી દેવામાં આવ્યાં હતાં.

પાંચ દિવસ અગાઉ જ લગ્નના તાંતણે બંધાયેલી પરણીતાએ પ્રેમી જોડે ઝેરના પારખા કર્યા:બંનેના મોત

જાણવા મળ્યાં અનુસાર આ બનાવમાં મૃતક યુવતીના લગ્ન ચાર દિવસ પહેલા જ થયાં હતાં. કદાચ યુવકના પ્રેમ સંબંધના કારણે અન્ય સ્થળે લગ્ન કરી દેવાની ઘટનાને પગલે યુવતીએ યુવક – યુવતી આ પગલું ઉઠાવ્યું હોવાનું ચર્ચાઈ રહ્યું અને એકબીજાના ગળાડુબ પ્રેમમાં આવી એકબીજા વગર રહી નહીં રહી શકવાના કારણે બંન્નેએ પોતાનું જીવન ટુંકાવી લેવાના નિર્ણય સાથે બંન્નેએ ઝેરી દવા ગટગટાવી મોતને વ્હાલુ કર્યું હોવાની ચર્ચાઈ પણ થવા પામી છે.

———————

Share This Article