દેવગઢબારિયામાં પાન મસાલાના ગોડાઉનમાં તસ્કરો ત્રાટક્યા:2.40 લાખના મુદ્દામાલનો હાથફેરો…

Editor Dahod Live
1 Min Read

રાહુલ મહેતા :- દે. બારીયા 

દેવગઢબારિયામાં પાન મસાલાના ગોડાઉનમાં તસ્કરો ત્રાટક્યા:2.40 લાખના મુદ્દામાલનો હાથફેરો…

દાહોદ તા.૨૯

દાહોદ જિલ્લાના દેવગઢ બારીઆ નગરમાં એક ગોડાઉનમાં તસ્કરોએ હાથફેરો કરી ગોડાઉનમાંથી વિમલ ગુટખાની બોરીઓ નંગ.૧૦ કિંમત રૂા.૨,૪૦,૦૦૦નો માલ ચોરી કરી તસ્કરો નાસી જતાં પોલીસમાં ફરિયાદ નોંધાવા પામી છે.

ગત તા.૨૪મી ઓગષ્ટના રોજ દેવગઢ બારીઆ નગરના સર્કલ બજારમાં આવેલ વિશાલકુમાર ચેતનકુમાર શાહ (રહે.પારેખ શેરી, દેવગઢ બારીઆ) ના ગોડાઉનમાં કોઈ અજાણ્યા ચોર ઈસમોએ ગોડાઉનનો લાકડાનો દરવાજાે તોડી અંદર પ્રવેશ કર્યાેં હતો અને ગોડાઉનમાં મુકી રાખેલ વિમલ ગુટખાની બોરીઓ નંગ.૧૦ કિંમત રૂા.૨,૪૦,૦૦૦નો માલ ચોરી કરી લઈ નાસી જતાં આ સંબંધે વિશાલકુમાર ચેતનકુમાર શાહે દેવગઢ બારીઆ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

—————————

Share This Article