ધાનપુરના રતનમહાલમાં યુવક-યુવતીએ ઝેરી દવા ગટગટાવી આપઘાતનો કર્યો પ્રયાસ: બન્નેની હાલત નાજુક જણાતા હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડાયા..

Editor Dahod Live
2 Min Read

જીગ્નેશ બારીયા :- દાહોદ 

ધાનપુરના રતનમહાલમાં યુવક-યુવતીએ ઝેરી દવા ગટગટાવી આપઘાતનો કર્યો પ્રયાસ: બન્ને હોસ્પિટલમાં સારવાર હેઠળ,

દાહોદ તાલુકાના રેંટિયા ગામના યુવકે ધાનપુરની યુવતી જોડે મળી પીકનીક પોઇન્ટ રતનમહાલ ખાતે ઝેરી દવા ગટગટાવી આપઘાતનો પ્રયાસ કર્યો,બંને યુવક-યુવતી એકબીજાના પ્રેમમાં હોવાની ચર્ચાઓ,

બંને યુવક યુવતીને ઝાયડસ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડાયા

આ મામલે હાલ સુધી કોઈ પોલીસ ફરિયાદ કરવામાં આવી નથી 

દાહોદ તા.૩૦

દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના પર્યટક સ્થળ એવા રતનમહાલમાં એક પ્રેમી પંખીડાએ આત્મહત્યા કરવા માટે આ પર્યટક સ્થળે પહોંચી ઝેરી દવા ગટગટાવી લેતાં પ્રેમી પંખીડાઓને દાહોદની ઝાયડસ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં હોવાનું જાણવા મળી રહ્યું છે.

દાહોદ તાલુકાના રેંટિયા ગામે રહેતો એક કોલેજના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતો યુવક અને તેની સાથે ધાનપુર તાલુકામાં રહેતી એક યુવતી એમ બંન્ને યુવક-યુવતીએ અગમ્ય કારણોસર  જીવન ટુંકાવી લેવાના નિર્ણય સાથે બે દિવસ અગાઉ ધાનપુર તાલુકામાં આવેલ પર્યટક સ્થળ એવા રતનમહાલ ખાતે પહોંચ્યાં હતાં.અને જ્યાં આ આ બંને યુવક-યુવતીએ ઝેરી દવા ગટગટાવી લેતાં આ અંગેની જાણ આસપાસના રહીશો તથા હરવા ફરવા આવેલ અન્ય પર્યટકોને થઈ હતી તેઓએ પોલીસને જાણ કરતાં પોલીસે સ્થળ પર પહોંચી ગઈ હતી અને તાત્કાલિક બંને યુવક યુવતીના  પરિવારજનોને આ મામલાની જાણ કરતાં તેઓ પણ આવી પહોંચ્યાં હતાં. અને પ્રથમ તેઓને ધાનપુરના પીએચસી સેન્ટર ખાતે લઈ ગયાં હતાં પરંતુ બંનેની તબીયત વધુ લથડતાં તેઓને દાહોદની ઝાયડસ હોસ્પિટલ ખાતે વધુ સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં હતાં અને હાલ આ પ્રેમી પંખીડા દાહોદની ઝાયડસ હોસ્પિટલ ખાતે સારવાર લઈ રહ્યાં છે વધુમાં જાણવા મળ્યાં અનુસાર, આ બંને યુવક-યુવતી એકબીજાના ગળાડૂબ પ્રેમમાં હોવાની ચર્ચાઓ ઉઠવા પામી છે. તેમજ પ્રેમ સંબંધના કારણે આ બંને યુવતીએ આત્મહત્યા કરવાનો નિર્ધાર સાથે ઝેરી દવા ગટગટાવી હોવાની ચર્ચાઓ ચાલી રહી છે. જોકે હાલ આ બન્ને યુવક-યુવતીની  તબીયત સુધારા પર આવી છે. જોકે આ સમાચાર લખાય છે ત્યાં સુધી ઉપરોકત બનાવ સંદર્ભે પોલીસમાં હાલના તબક્કે કોઇ કાર્યવાહી કરવામાં આવી નથી.

 

——————————

Share This Article