કિડની સહીતની વ્યાધિથી પીડિત દર્દીઓ માટે રાહતના સમાચાર:દાહોદ ઝાયડસ હોસ્પિટલ ખાતે નવા પાંચ ડાયાલિસીસ મશીનની સુવિધાનો થયો શુભારંભ 

Editor Dahod Live
1 Min Read

દાહોદ લાઈવ….

  • કિડની સહીતની વ્યાધિથી પીડિત દર્દીઓ માટે રાહતના સમાચાર

  • દાહોદ ઝાયડસ હોસ્પિટલ ખાતે નવા પાંચ ડાયાલિસીસ મશીનની સુવિધાનો થયો શુભારંભ 

દાહોદ તા.16

દાહોદની ઝાયડસ હોસ્પિટલ ખાતે તા. 16.3.’21 ના રોજ ઝાયડસના સી.ઓ.ઓ. ડૉ.‌સંજયકુમાર, ડીન ડો.સી.બી.ત્રિપાઠી,એડીશનલ સુપ્રિટેન્ડેન્ટ ડો મોહિત દેસાઈ તથા ડો પી.ડી.મોદી, જનરલ મેનેજર પ્રકાશ પટેલ, સિનિયર મેનેજર હેતલબેન રાવ, એડમીન વિશાલ પટેલ સહિતના ગણમાન્ય લોકોની ઉપસ્થિતિમાં આશરે 1.25 કરોડ રૂપિયાના ખર્ચે નેફ્રિક હેલ્થકેર પ્રા. લિમિટેડ તથા દાહોદ ઝાયડસ હોસ્પિટલ વચ્ચે થયેલ એમ.ઓ.યુ.ના ભાગરૂપે કાર્યાન્વિત થયેલ આ પાંચ મશીનોનું લોકાર્પણ યોજાયું‌ હતું. જેનાથી કીડની સહિતની અનેક ગંભીર વ્યાધિઓથી પીડિત દર્દીઓને દાહોદમાં બેઠાં આ સુવિધા પ્રાપ્ત થશે.જોકે ડાયાલિસસ ફેસીલીટી નેફ્રિક હેલ્થકેર પ્રા. લિમિટેડ સાથે આઉટ સોર્સ કરેલ છે.

Share This Article