દાહોદ જિલ્લા પોલિસ એક્શન મોડમાં:ત્રણ જુદી-જુદી જગ્યાથી 82,520 નો વિદેશીદારૂનો ઝડપાયો:બે મહિલા સહીત ત્રણ લોકો જેલભેગા થયાં

Editor Dahod Live
3 Min Read

જીગ્નેશ બારીયા :- દાહોદ 

  • ગાંધીના ગુજરાતમાં વિદેશી દારૂની રેલમછેલ
  • પોલિસની ચુસ્તપણે પેટ્રોલિંગની વચ્ચે વિદેશીદારૂનો ધંધો ફૂલ્યોફાલ્યો
  • પોલિસની સંખ્યાબંધ દરોડા બાદ પણ દારૂની બદી પર અંકુશ નહિવત :પોલિસ લાચાર

દાહોદ તા.૧૧

દાહોદ જિલ્લામાં ત્રણ જુદી જુદી જગ્યાએ પ્રોહીના બનેલા ત્રણ બનાવોમાં પોલીસે કુલ રૂા.૮૦,૫૨૦ ના પ્રોહી જથ્થા સાથે એક ફોર વ્હીલર ગાડી કબજે કરી આ ત્રણેય બનાવમાં બે મહિલા સહિત ત્રણની પોલીસે અટક કર્યાનું જાણવા મળે છે.

પ્રોહીનો પ્રથમ બનાવ લીમખેડા લીમખેડા તાલુકાના પાલ્લી ગામે બનવા પામ્યો હતો જેમાં ગત તા.૧૦મી માર્ચના રોજ ગરબાડાના દેવધા ગામે નિશાળ ફળિયામાં રહેતી શુશીલાબેન મનાભાઈ ઉર્ફે મનોજભાઈ ડામોર પોતાના કબજાની મીણીયાના થેલામાં વિદેશી દારૂ ભરી ઉભી હતી તે સમયે ત્યાંથી પસાર થતી પોલીસને શંકા જતા તેના પાસેના મીણીયાની થેલાની તલાસી લેતાં તેમાંથી વિદેશી દારૂની નાની મોટી બોટલો નંગ.૨૭૦ કિંમત રૂા.૨૬,૯૧૦ ના પ્રોહી જથ્થા સાથે ઉપરોક્ત મહિલાની અટકાયત કરી લીમખેડા પોલીસે પ્રોહીનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રોહીનો બીજાે બનાવ પણ પાલ્લી ગામે આજ સ્થળે બનવા પામ્યો હતો જેમાં ગરબાડાના દેવધા ગામે નિશાળ ફળિયામાં રહેતી રમીલાબેન નવલભાઈ દેહદા ગત તા.૧૦મી માર્ચના રોજ પોતાની સાથે મીણીયાના થેલામાં વિદેશી દારૂ ભરી ઉભી હતી તે સમયે ત્યાંથી પસાર થઈ રહેલ પોલીસને પણ તેની ઉપર શંકા જતાં તેની પાસે જઈ મીણીયાના થેલાની તલાસી લેતાં તેમાંથી પોલીસે વિદેશી દારૂની નાની મોટી બોટલો નંગ.૨૦૧ કિંમત રૂા.૨૬,૧૩૦ના પ્રોહી જથ્થા સાથે ઉપરોક્ત મહિલાની અટકાયત કરી લીમખેડા પોલીસે પ્રોહીનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
પ્રોહીનો ત્રીજાે બનાવ ઝાલોદ તાલુકાના લીમડી નગરમાં બનવા પામ્યો હતો જેમાં લીમડી – લીમખેડા રોડ પર પોલીસની વોચ દરમ્યાન એક સ્વીફ્ટ ફોર વ્હીલર ગાડી ત્યાંથી પસાર થતાં પોલીસને તેની ઉપર શંકા ગઈ હતી જેથી આ ગાડીને ચાલક સાથે ઉભો રખાવી તેની ઉપર શંકા ગઈ હતી જેથી આ ગાડીને ચાલક સાથે ઉભો રખાવી તેની પુછપરછ કરતાં પોતાનું નામ સંજયભાઈ કનુભાઈ ડામોર (રહે.છાણી કેનાલ પાસે, વડદરો અને મુળ રહેવાસી કાંકરાકુંવા, મછાર ફળિયું, તા.ઝાલોદ,જિ.દાહોદ) જણાવ્યું હતું. આ આ બાદ તેની ગાડીની તલાસી લેતાં પોલીસને ગાડીમાંથી વિદેશી દારૂ તથા બીયરની નાની મોટી બોટલો નંગ.૧૬૮ કિંમત રૂા.૨૭,૪૮૦ ના પ્રોહી જથ્થા સાથે ફોર વ્હીલર ગાડી કબજે લઈ ઉપરોક્ત ચાલક વિરૂધ્ધ લીમડી પોલીસે પ્રોહીનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

———————————————————

Contents
Share This Article