Tuesday, 01/07/2025
Dark Mode

ગરબાડા તાલુકાના ઝરીબુઝર્ગ ગામે ટ્રેક્ટરમાં ઘઉં ભરતી વેળાએ એક મહિલા સહીત 5 વ્યક્તિઓ પર મધમાખીના ઝૂંડે કર્યોં હુમલો:ત્રણ લોકોને સારવાર અર્થે દવાખાનામાં ખસેડાયા

ગરબાડા તાલુકાના ઝરીબુઝર્ગ ગામે ટ્રેક્ટરમાં ઘઉં ભરતી વેળાએ  એક મહિલા સહીત 5 વ્યક્તિઓ પર મધમાખીના ઝૂંડે કર્યોં હુમલો:ત્રણ લોકોને સારવાર અર્થે દવાખાનામાં ખસેડાયા

 રાજેન્દ્ર શર્મા દાહોદ લાઈવ ડેસ્ક….

  • ગરબાડા તાલુકાના ઝરીબુઝર્ગ ગામે ટ્રેક્ટરમાં ઘઉં ભરતી વેળાએ મધમાખીના ઝૂંડે કર્યોં હુમલો

  • એક મહિલા સહીત 5 વ્યક્તિઓને મધમાખીના ઝૂંડના હુમલામાં એક મહિલા સહીત 5 વ્યક્તિઓને ઇજા પહોંચી

  • ત્રણ વ્યક્તિઓને વધુ સારવાર અર્થે ગરબાડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડાયા 

દાહોદ તા.૨૪

ગરબાડા તાલુકાના ઝરીબુઝર્ગ ગામે ટ્રેક્ટરમાં ઘઉં ભરતી વેળાએ  મધમાખીઓના ઝૂંડે ઓચિંતો હુમલો કરતા પાંચ વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થયાં હતા જેમાં એક મહિલાનો પણ સમાવેશ થવા પામ્યો છે. આ મધમાખીના હુમલામાં  ગંભીર રીતે ઘાયલ ત્રણ વ્યક્તિઓને નજીકના દવાખાને સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં હોવાનું જાણવા મળી રહ્યું છે.

વધુ મળતી માહિતી અનુસાર ગરબાડા તાલુકાના ઝરીબુઝર્ગ નાડ ફળિયામાં સાંજના સુમારે ફતેસીંગ કુકાભાઈ નળવાયા, રાધુભાઈ માનસીંગભાઈ નળવાયા, મહેશભાઈ મંગાભાઈ ગોહિલ, મડીબેન પાંગળાભાઈ નળવાયા તથા અલ્પેશભાઈ રમેશભાઈ ઝણીયા ટ્રેક્ટરમાં ઘઉં ભરતા હતા.તે સમયગાળા દરમ્યાન મોટી મધમાખીના ઝૂંડે ઓચિંતો હુમલો કરતાં એક તબ્બકે અફરા તફરીનો માહોલ સર્જાવા પામ્યો હતો.તે સમયે ત્યાં હાજર એક મહિલા સહીત પાંચ વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થયાં હતા.જેમાં ત્રણ વ્યક્તિઓને મધમાખીએ વધારે ડંખ મારતા તેઓને વધુ ઇજાઓ થતા આ ત્રણ વ્યક્તિઓને તાત્કાલિક ગરબાડા સરકારી દવાખાનામાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા છે.

——————————

error: Content is protected !!