Thursday, 21/11/2024
Dark Mode

દાહોદ શહેરથી અડીને આવેલા મુવાલિયામાં લટાર મારતા દીપડાનો વિડિઓ થયો વાયરલ:આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ

દાહોદ શહેરથી અડીને આવેલા મુવાલિયામાં લટાર મારતા દીપડાનો વિડિઓ થયો વાયરલ:આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ

 રાજેન્દ્ર શર્મા :- દાહોદ લાઈવ ડેસ્ક…..

દાહોદના મુવાલીયા ખાતે રાત્રી દરમિયાન દીપડો લટાર મારતો જોવાયો:આસપાસના લોકોમાં ભયની સાથે ફફડાટ ફેલાયો:મુવાલિયા નજીક નાળા પાસે પાણી પીવા આવેલા દીપડાનો વિડીયો મોબાઈલ ફોનમાં કેદ થયો:મુવાલિયા પાસેથી પસાર થતાં કારચાલક દ્વારા ઉતારેલો વિડિઓ શોશ્યલ મીડિયામાં થયો વાયરલ:નીમ નળિયાં પાસે આવેલી તલાવડીની પાછળ આવેલી ગુફામાં માદા દીપડી બે બાળ દીપડા સાથે વસવાટ કરતી હોવાનું જણાવતા સ્થાનિકો 

દાહોદ તા.10

દાહોદ તાલુકાના મુવાલીયા ગામ ખાતે રાત્રી દરમિયાન કાર ચાલકને દીપડો લટાર મારતો જોવાતા જ પોતાના મોબાઈલના કેમેરાથી વિડીયો ઉતારી હતી. આ દીપડો મુવલીયા ખાતેના નાળાનું પાણી પીવા આવ્યો હતો.દીપડાનો વિડિઓ વાયરલ થતાં આ વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો છે.જોકે કાર ચાલકે પોતાના મોબાઈલથી 30 સેકેન્ડની વિડીયો બનાવી હતી. આ દીપડો અંધારામાં ગાયબ થઇ ગયો હતો.

દાહોદ તાલુકાના મુવાલિયાના આસપાસના વિસ્તારમાં દીપડો વસવાટ કરતો હોવાની વાત સાચી પડી

મુવાલિયાના આસપાસના વિસ્તારમાં દીપડો હોવાનો અહેવાલ અવારનવાર  મળી આવતા હતા.ભૂતકાળમાં પણ મુવાલિયા ખાતે ખેતરમાં ઘાસ કાપી રહેલા ખેત મજુર પર દીપડાએ હુમલો કર્યા નો બનાવ બનવા પામ્યું હતું.જોકે ગત રાત્રી દરમિયાન મુવાલિયા ગામે આવેલ નાળામાં પાણી પીવા આવેલો દીપડો જોવાતા આ વિસ્તારમાં દીપડો વસવાટ કરતો હોવાની વાત સાચી પડી હતી.

દાહોદ તાલુકાના નીમનળિયાં તેમજ નસીરપુરની વચ્ચે આવેલા તલાવડી પાસે આવેલી ગુફામાં માદા દીપડી બે બાળ દીપડા સાથે વસવાટ કરતી હોવાનું જણાવતા સ્થાનિકો

દાહોદ તાલુકાના નસીરપુર તેમજ મુવાલિયાના આસપાસના વિસ્તારમાં દીપડાએ દેખા દેતા હાલ લોકોમાં ભય ફેલાઈ જવા પામ્યો છે. જોકે સ્થાનિકોના જણાવ્યા અનુસાર નીમનળિયાં તેમજ નસીરપુરની વચ્ચે આવેલી તલાવડી પાસે આવેલી ગુફામાં માદા દીપડી બે બાળ દીપડા સાથે છેલ્લા ઘણા સમયથી વસવાટ કરતી હોવાનું સ્થાનિકો દ્વારા જાણવા મળ્યું છે. તેમજ આ અગાઉ થોડા સમય પહેલા આ વિસ્તારમાં દીપડીએ ચાર બકરાનો શિકાર કર્યા હોવાના અહેવાલ મળ્યા હતા. તેમજ ઝાડ પર પોતાના નાખુન માર્યા હોવાના પણ જાણવા મળ્યું હતું. જોકે આ મામલે વન વિભાગ પણ કામગીરીમાં જોતરાઈ ગયું છે.

error: Content is protected !!