સિંગવડ તાલુકામાં મામલતદાર ઓફિસ દ્વારા 11 માં રાષ્ટ્રીય મતદાન દિવસની ઉજવણી કરવામાં આવી તથા મતદારોને મતદાન ની પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી
સીંગવડ તા.26
સિંગવડ તાલુકાના મામલતદાર ઓફિસના દ્વારા સીંગવડ આર્ટ્સ કોલેજમાં 11 માં રાષ્ટ્રીય મતદાન દિવસની ઉજવણીના ભાગરૂપે ગુજરાત રાજ્ય તથા દાહોદ જીલ્લા નગરપાલિકા તથા જિલ્લા પંચાયતો તથા તાલુકા પંચાયતોની ચૂંટણી જાહેર થઈ ગઈ હોય તથા 25.01.2021 ના રોજ રાષ્ટ્રીય મતદાન દિવસની ઉજવણી કરવામાં ભાગરૂપે એસ.આર.ભાભોર આર્ટ્સ કોલેજ સભાખંડમાં આર્ટસ કોલેજના પ્રધ્યાપકો તથા વિદ્યાર્થીઓ તથા નાગરિકો અંદાજીત ૧૦૦ જેટલા નાગરિકો તથા વિદ્યાર્થીઓ એ ભાગ લીધો હતો. તથા લોકતાંત્રિક પરંપરાઓની તેમજ દરેક પુરુષમાં પુરુષમાં નિર્ભયતા અને ધર્મ વંશ જ્ઞાતિ-જાતિ ભાષા કે અન્ય પ્રકારના પ્રલોભનથી પ્રભાવિત નહીં થવા અને સ્વચ્છ તથા સ્પષ્ટ મતદાન કરવા માટે મતદારો જોડે પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી.