દે.બારિયા મામલતદાર કચેરીના કમ્પાઉન્ડમાં મુકેલઓવરલોડ રેતી ભરેલો ટ્રક તથા ડમ્પર ચોરાયા:પોલીસ ફરિયાદ નોંધાઇ

Editor Dahod Live
1 Min Read

જીગ્નેશ બારીયા :- દાહોદ 

દાહોદ તા.૨૨

દેવગઢ બારીઆ તાલુકાના ડાંગરીયા ગામે મામલતદાર કચેરીના કમ્પાઉન્ડમાં મુકેલ ઓવરલોડ રેતી ભરેલા ટ્રક તથા ડમ્પર મળી બે વાહનો સાંજના સમયે ચોરાઈ જતાં દે.બારીઆ પંથકમાં ખળભળાટ મચી જવા પામ્યો છે.

દેવગઢ બારીઆના મામલતદારે ગત તા.૧૯.૦૧.૨૦૨૧ના રોજ દેવગઢ બારીઆ મામલતદારે નગરમાંથી એક ડમ્ફર તથા એક ટ્રક એમ બે વાહનોમાં ઓવર રેતી ભરેલ હોય તે વાહનો પકડ્યાં હતાં અનને રૂા.૨૫ લાખની કિંમતના ઓવરલોજ રેતી ભરેલા બંન્ને વાહનો મામલતદાર કચેરીના કમ્પાઉન્ડમાં મુક્યાં હતા અને થોડીવારમાં તો મામલતદાર કચેરીના જવાબદાર કર્મચારીઓની જાણ બહાર અને સંમતી વગર વાહનોમાં ભરેલ મુદ્દામાલ સાથે બંન્ને વાહનો તે વાહનોના ડ્રાઈવરો ચોરીને લઈ ગયાં હતાં.
આ સંબંધે મામલતદાર કચેરીમાં ફરજ બજાવતાં ઉમેશકુમાર સનતભાઈ ગોહીલે દેવગઢ બારીઆ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

———————-

Share This Article