મળતી પ્રાપ્ત વિગતો અનુસાર, દાહોદમાં આવેલ અભિષેક નમકીન, કૃષ્ણ સ્વીટ્સ એન્ડ માર્ટ, રતલામ સેવ ભંડાર, સહિત 6 થી 8 દુકાનોમાં ગત મોડી સાંજથી વડોદરાની જી.એસ.ટી. ટીમના અધિકારીઓ આ દુકાનોમાં દરોડા પાડી તપાસનો ધમધમાટ આરંભ કર્યાે છે. કહેવાઈ રહ્યું છે કે, જી.એસ.ટી. ટીમના આ સર્ચ ઓપરેશનમાં કરોડોની કરચોરી બહાર આવવાની શક્યતાઓ છે. એક સાથે 6 થી ૮ જેટલા સ્થળોએ સર્ચ ઓપરેશન હાથ ધરતાં દાહોદ જિલ્લાના વેપારીઓમાં ફફડાટ સાથે ખળભળાટ મચી જવા પામ્યો છે. આ જી.એસ.ટી.ટીમ દ્વારા બીજી કેટલી જગ્યાએ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવશે? તે જાેવાનું રહ્યું ત્યારે બીજી તરફ દાહોદમાં આવેલ નામાંકીત ફરસાણની દુકાનોમાં ટીમે સર્ચ ઓપરેશન હાથ ધરતાં અનેક પ્રકારની ચર્ચાઓ પણ વહેતી થવા પામી છે ત્યારે આ સર્ચ ઓપરેશનમાં કેટલા રકમની કરચોરી અને કંઈ કંઈ જગ્યાએથી કરચોરી બહાર આવશે તે જાણવું રહ્યું પરંતુ હાલ સુધી પણ જી.એસ.ટી.ની ટીમ દાહોદમાં જ હોવાનું કહેવાઈ રહ્યું છે અને બીજી કેટલીક જગ્યાઓએ પણ સર્ચ ઓપરેશન હાથ ધરશે તેવા એંધાણો પણ વર્તાઈ રહ્યાં છે ત્યારે આ બાબતની વાયુવેગે સમાચાર જિલ્લામાં ફેલાતાં વેપારીઓ વિગેરે આલમમાં સતર્ક રહેતા પણ જાેવા મળ્યા હતાં.