Wednesday, 30/10/2024
Dark Mode

લીમડીમાં મોટરસાઇકલ પરથી 50 હજાર રોકડ ભરેલી બેગની તફડંચી:પોલિસ તપાસમાં જોતરાઈ

લીમડીમાં મોટરસાઇકલ પરથી 50 હજાર રોકડ ભરેલી બેગની તફડંચી:પોલિસ તપાસમાં જોતરાઈ

જીગ્નેશ બારીયા :- દાહોદ 

દાહોદ તા.૧૫

ઝાલોદ તાલુકાના લીમડી નગરમાં એક મોટરસાઈકલ પર લટકાવેલ રૂપીયા ૫૦ હજાર ભરેલ રોકડા રૂપીયાની બેગ કોઈ અજાણ્યા ચોર ઈસમ લઈ નાસી જતાં પોલીસમાં ફરિયાદ નોંધાવા પામી છે.

ઝાલોદ તાલુકાના રૂપાખેડા ગામે લબાના ફળિયામાં રહેતા ભારતસિંહ નારસિંહ લવાણા ગત તા.૦૪મી જાન્યુઆરીના રોજ પોતાના કબજાની મોટરસાઈકલ લઈ લીમડી નગરની એ.બી.આઈ.બેન્ક ખાતે આવ્યા હતા અને આ બેન્કમાંથી પગારના રૂપીયા ૫૦ હજાર ઉપાડી પોતાની સાથે લાવેલ બેગમાં ભર્યા હતાં. પૈસા ઉપાડ્યા બાદ બેન્કમાંથી નીકળ્યાં હતા અને પોતાની આ પૈસા ભરેલ બેગ મોટરસાઈકલ પર લટકાવી હતી કે, તે જ સમયે કોઈ અજાણ્યો ચોર ઈસમ ભારતસિંહની નજર ચુકવી આ રોકડા રૂપીયા ભરેલ બેગની ચોરી કરી લઈ જાેતજાેતામાં નાસી જતાં ભારતસિંહભાઈ સ્તબ્ધતા થઈ ગયા હતાં. આસપાસમાં ભારે શોધખોળ આદર્યા બાદ પણ અજાણ્યો ચોર ઈસમ ન મળતાં બેન્કની બહાર લોકોનો ભારે જમાવડો થઈ ગયો હતો. આ બેકમાં પૈસાની સાથે સાથે ઓરીજીનલ ભારતસિંહભાઈના ડોક્યુમેન્ટ હોવાનુ પણ જાણવા મળી રહ્યું છે ત્યારે આ સંબંધે ભારતસિંહ નારસિંહ લાબાના દ્વારા લીમડી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

———————————————-

error: Content is protected !!