દાહોદ તાલુકાના લીમડાબરા ગામે એક બંધ મકાનને નિશાન બનાવતા તસ્કરો:ચાંદીના દાગીના તેમજ ઘરવખરીના સમાન સહીત 16 હજાર ઉપરાંતના મુદ્દામાલ પર હાથફેરો કરી તસ્કરો થયાં ફરાર

Editor Dahod Live
1 Min Read

નીલ ડોડીયાર :- દાહોદ 

દાહોદ તા.૦૪

દાહોદ તાલુકાના લીમડાબરા ગામે એક બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી અંદર મુકી રાખેલ ચાંદીના દાગીના તેમજ ડીવીઆર મળી કુલ રૂા.૧૬ હજારની મત્તાની ચોર ઈસમો ચોરી કરી લઈ જતાં પોલીસમાં ફરિયાદ નોંધાવા પામી છે.

હાલ વડોદરા અને મુળ લીમડાબરા ગામે ગામતળ ફળિયામાં રહેતા જગતસિંહ નવલસિંહ લબાનાના બંધ મકાનને ગત તા.૦૧મી જાન્યુઆરીના રોજ અજાણ્યા ચોર ઈસમોએ તેઓના બંધ મકાનને નિશાન બનાવ્યું હતુ અને મકાનના દરવાજાનું તાળુ તોડી અંદર પ્રવેશ કર્યાે હતો. તિજાેરી તોડી અંદર મુકી રાખેલ ચાંદીના છડા એક જાેડ, ચાંદીની વિછુડી ૪ નંગ તેમજ ડીવીઆર મળી કુલ રૂા.૧૬,૦૦૦ની મત્તાની ચોરી કરી લઈ નાસી જતાં આ સંબંધે જગતસિંહ નવલસિંહ લબાના દ્વારા કતવારા પોલીસમ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

Share This Article