Monday, 07/07/2025
Dark Mode

દાહોદ પોલિસ દ્વારા મધ્ય પ્રદેશ-રાજસ્થાન બોર્ડર પર સઘન ચેકિંગ હાથ ધરાયું

દાહોદ પોલિસ દ્વારા મધ્ય પ્રદેશ-રાજસ્થાન બોર્ડર પર સઘન ચેકિંગ હાથ ધરાયું

 દાહોદ લાઈવ ડેસ્ક….

દાહોદ તા .૩૦

દાહોદ જિલ્લામાં ૩૧ ડિસેમ્બરના રોજ કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેવા ઉદ્દેશ્ય સાથે દાહોદ જિલ્લા પોલીસ દ્વારા જિલ્લાને અડીને આવેલ મધ્યપ્રદેશ અને રાજસ્થાનની બોર્ડર પર ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને વિદેશી દારૂની હેરાફેરી તથા ગેરકાયદેસર પ્રવૃતિઓ પર બાંજ – નજર રાખવામાં આવી રહી છે . 3 જિલ્લામાં ૩૧ ડિસેમ્બરના રોજ તેમજ નવા વર્ષની ઉજવણી જાહેરમાં કરવા ઉપર જિલ્લામાં પ્રતિબંધ મુકવામાં ને આવ્યા બાદ જાહેર સ્થળો ઉપર ટોળું ના કરવા તેમજ ઉન્માદ ન કરવા કલેક્ટર અને એસ.પી.દ્વારા જાહેરનામું પણ બહાર પાડવામાં આવેલ છે અને આવું કરતાં કોઈ નજરે પડશે તો તેની વિરૂધ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવનાર હોવાનું પણ જણાવાયું છે બીજી તરફ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેમજ જિલ્લાની બોર્ડરો પર વિદેશી દારૂની હેરાફેરી અટકાવવા તેમજ ગેરકાયદેસર પ્રવૃતિઓને ડામવા માટે દાહોદ જિલ્લાને અડીને આવેલ મધ્યપ્રદેશ સરહદ અને રાજસ્થાન સરહદ પર જિલ્લા પોલીસે ધામા નાંખ્યા છે અને આવતાં જતાં તમામ નાના મોટા વાહનોની તલાસી હાથ ધરી રહ્યા છે .

દાહોદ પોલિસ દ્વારા મધ્ય પ્રદેશ-રાજસ્થાન બોર્ડર પર સઘન ચેકિંગ હાથ ધરાયું

દાહોદ પોલિસ દ્વારા બોર્ડર પર ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ચેકિંગ:બુટલેગરો માટે  આંતરિયાળ રસ્તાઓ પર મોકળું મેદાન

કોરોના સંક્રમણની વચ્ચે કલેક્ટરશ્રી વિજય ખરાડી તેમજ જિલ્લા પોલિસ વડા હિતેશ જોઈસર દ્વારા થર્ટી ફર્સ્ટ તેમજ નવા વર્ષની ઉજવણી ઘરમાં જ કરવાની અપીલ કરાઈ છે. આમ તો ગાંધીના ગુજરાતમાં દારૂબંધી છે. ત્યારે દાહોદના સરહદી વિસ્તારોમાં બુટલેગરો દ્વારા દારૂ મંગાવી દારૂની રેલમછેલ કરતા હોય છે.ત્યારે થર્ટી ફસ્ટ તેમજ નવા વર્ષ જેવા તેહેવારોની ઉજવણી માટે  યુવાધન દારૂની છોળો ઉડાડી ઉજવણી કરતા હોય છે.પરંતુ આ વખતે કોરોના સંક્રમણને જોતા તેમજ વિદેશી દારૂની બદીને કડક રીતે ડામી દેવા પોલિસ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરાઈ રહ્યું છે.અને સરહદો પર નાકાબંધી કરી આવતા જતા તમામ પ્રકારના વાહનોની ચકાસણી હાથ ધરાઈ રહી છે. તે સારી બાબત છે.પરંતુ સરહદ સિવાયના જિલ્લાના આંતરિયાળ વિસ્તારોમાં પોલિસ ચેકિંગ નહિવત હોવાથી બુટલેગર તત્વોએ આંતરિયાળ રસ્તાઓ મારફતે વિદેશી દારૂનો વેપલો કરવા માટે  મોકળું મેદાન મળી રહ્યું છે.ત્યારે પોલીસ તંત્ર દ્વારા આંતરિયાળ વિસ્તારોમાં સ્થાનિક લોકો આગેવાનો સાથે સંકલનમાં રહી પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવે તો બુટલેગરોને રાતા પાણીએ રડવાના દિવસો આવે તેમ છે.

દાહોદ પોલિસ દ્વારા મધ્ય પ્રદેશ-રાજસ્થાન બોર્ડર પર સઘન ચેકિંગ હાથ ધરાયું

ગરબાડા તેમજ ઝાલોદમાં સરહદ પર આવેલો ઠેકો બુટલેગરોને આશીર્વાદરૂપ બન્યો

ગુજરાતમાં દારૂબંધી હોવાથી દાહોદમાં વિદેશી દારૂ પર પ્રતિબંધ છે.અને દાહોદ પોલિસ પણ વિદેશી દારૂની બદીને ડામવા માટે સતત પ્રયત્નશીલ રહી અવારનવાર દારૂનો જથ્થો ઝડપી પાડે છે. જયારે ગરબાડા તાલુકામાં ગુજરાત મધ્ય પ્રદેશ મીનાક્યાર બોર્ડર પર વિદેશી દારૂનો ઠેકો બોર્ડર પર અડીને આવેલો છે. તેવી જ રીતે રાજસ્થાન ગુજરાત ધાવડીયા ચેકપોસ્ટની તદ્દન નજીક દારૂનો ઠેકો આવેલો હોવાથી બુટલેગર તત્વો સહેલાઈથી વિદેશી દારૂનો વેપલો કરે છે. જેના લીધે ઉપરોક્ત બંને બોર્ડર પર દારૂ ઠેકો અડીને આવેલો હોવાથી બુટલેગરો માટે આશીર્વાદ સમાન સાબિત થઇ રહ્યું છે.

error: Content is protected !!