
ઝાલોદ નગરપાલિકા પર કોંગ્રેસની સત્તા હતી . અમિત કટારાની પત્ની કિંજલ કટારા પાલિકાની પ્રમુખ હતી . જ્યારે સોનલ ડીંડોર ઉપપ્રમુખ હતા . પાલિકાનું રાજકીય પક્ષોના સંખ્યાબળ મુજબ કોંગ્રેસના ૧૪ , ભાજપના ૮ તથા ૬ અપક્ષ સભ્યો હતો . આ માહોલમાં હિરેન પટેલે ચાવીરૂપ ભૂમિકા ભજવી કોંગ્રેસના ચાર સભ્યોને તોડી પાડીને ત્રણ અપક્ષ સભ્યો અને આઠ ભાજપના સભ્યોની મદદથી ભગવો લહેરાવ્યો હતો . જે તે સમયે ઉપપ્રમુખ હતા તે સોનલ ડીંડોરને પ્રમુખ બનાવ્યા હતા . કોંગ્રેસ પાસેથી સત્તા આંચકી લેવામાં હિરેન પટેલની મહત્વની ભૂમિકા રહી હતી . જેના પગલે અમિત કટારા તેનાથી છંછેડાયેલા હતા .અને કદાચ આ કારણોસર જ કિરણ પટેલ ની હત્યા કરાઈ હોવાની આશંકા છે.