દાહોદ તાલુકાના નાની સારસી ગામે યુવકની હત્યાનો મામલો:ડબગર સમાજની મહિલાઓ દ્વારા હત્યામાં વધુ લોકોની સંડોવણી હોવાના આક્ષેપો સાથે તાલુકા પોલિસ મથકે કર્યો હોબાળો,પોલિસ દ્વારા સમજાવટના પ્રયાસો હાથ ધરાયાં

Editor Dahod Live
2 Min Read

 જીગ્નેશ બારીયા/દીપેશ દોશી :- દાહોદ

દાહોદ તાલુકાના નાની સારસી ગામે યુવકની હત્યાના મામલે હોબાળો, દાહોદ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં મહિલાઓનો હોબાળો:ડબગર સમાજની મહિલાઓએ પોલીસ મથકે પહોંચી હત્યામાં વધુ લોકોની સંડોવણી હોવાના આક્ષેપો સાથે હોબાળો,દાહોદ એલસીબીએ તાલુકા પોલિસ મથકે પહોંચી મહિલાઓને સમજાવવા પ્રયાસો હાથ ધરાયા,

દાહોદ તા.૨૮

દાહોદ શહેરમાં કેટલાક દિવસો અગાઉ એક ૧૯ વર્ષીય યુવક જગદીશ દેવડાની હત્યા કરાયેલ અને હત્યા કર્યા બાદ તેના મૃતદેહ પર પેટ્રોલ ઝાંટી પુરાવાના નાશ કરવાના ઈરાદે આરોપીઓ ભાગી છુટ્યા હતા અને આ બાદ એક્શનમાં આવેલ પોલીસે બનાવની ગંભીરતાને ધ્યાનમાં લઈ તપાસનો ધમધમાટ આરંભ કરી ૩ બાળ કિશોરોને ઝડપી પાડતાં આ બાળ કિશોરો આ હત્યાને અંજામ આપ્યો હોવાની કબુલાત કરી હતી પરંતુ મૃતક યુવકના પરિવારજનો તેમજ સમાજના લોકો દ્વારા આજરોજ દાહોદ તાલુકા પોલીસ મથકે ટોળું પહોંચી જઈ આ હત્યાકાંડ પાછળ બાળકો નહીં પરંતુ મોટા માણસોનો હાથ હોવાની રજુઆત સાથે ભારે હોબાળો મચાવ્યો હતો અને ન્યાય માટે પોલીસ સમક્ષ રજુઆતો પણ કરી હતી. ઘટનાની થતાંની સાથે વધુ પોલીસ કાફલો દાહોદ તાલુકા પોલીસ મથકે ઘસી આવ્યું હતું અને સ્થિતીને હાલ કાબુમાં લીધી હોવાનું જાણવા મળી રહ્યું છે.

દાહોદ શહેરમાં નાના ડબગરવાડ વિસ્તારમાં રહેતો ૧૯ વર્ષીય જગદીશ દેવડાની હત્યા બાદ આજરોજ આ યુવકના પરિવારજનો તેમજ વિસ્તારના લોકો પોલીસ મથકે પહોંચી ગયા હતા. ન્યાય બરાબર નથી મળ્યો.. જેવા સુત્રોચ્ચારો પણ આ લોકો દ્વારા કરવામાં આવ્યા હતા. આ પરિવાર અને સમાજના જણાવ્યા અનુસાર, આ હત્યામાં અન્ય લોકો સંડોવાયેલા ચે અને તે દિશામાં પણ તપાસ થાય તે જરૂરી છે. વધુમાં જણાવ્યા અનુસાર, નાબાલિક યુવકોમાં ગળું કાપીને, મૃતકને બાળીને નાંખવાની હિંમત ના હોઈ શકે, કોઈ અન્ય અથવા તો મોટી ઉંમરના વ્યક્તિઓ પણ યુવાનની હત્યામાં સંડોવાયેલ હોવાની આશંકાઓ વ્યક્ત કરવામાં આવી હતી અને તે દિશામાં પણ તપાસ કરવામાં આવે તેવી પોલીસ સમક્ષ રજુઆતો સાથે ભારે સુત્રોચ્ચાર કરવામાં આવ્યા હતાં. આ ઘટનાની જાણ ઉચ્ચ પોલીસ અધિકારીઓને થતાં દાહોદ શહેર પોલીસ મથકના પી.આઈ. વસંત પટેલ, એલ.સી.બી.શાખાના પોલીસ કર્મચારીઓનો કાફલો પણ ઘટના સ્થળ પર દોડી ગયો હતો.

————————————-.

Share This Article