દાહોદ તેમજ ઝાલોદ ખાતે ૧૦૮ ઈમરજન્સી એમ્બ્યુલંશ સેવાના કર્મચારીઓ દ્વારા નાતાલ પર્વની ઉજવણી કરી એકબીજાને શુભેચ્છાઓ પાઠવી હતી.
૨૫મી ડિસેમ્બરના રોજ સમગ્ર દુનિયામાં નાતાલ પર્વની ધામધુમ પુર્વક ઉજવણી કરવામાં આવતી હોય છે. ભારતમાં પણ અનેક ધર્માેના લોકો રહેતા
દાહોદના ઝાયડસ હોસ્પિટલ ખાતે નાતાલ પર્વની ઉજવણી કરતા 108 ના કર્મચારીઓ
હોય છે.અને તેમાંય ખ્રિસ્તી સમુદાયનું પણ આગવું મહત્વ હોય છે. દેશમાં પણ નાતાલ પર્વની ધામધુમ પુર્વક ઉજવણી કરવામાં આવે છે ત્યારે ઈમરજન્સી 108 એમ્બ્યુલેન્સ સેવાના કર્મચારીઓ દ્વારા ઝાયડસ હોસ્પિટલમાં ડિલિવરી વિભાગ ઇમરજન્સી વિભાગ તેમજ બાળકોના વિભાગમાં બિસ્કિટ અને ચોકલેટ વિતરણ કરી હતી.તેમજ કોરોના મહામારીમાં ખડેપગે સેવા આપનાર કોવીડ વિભાગના તબીબોનુ બુકે આપી સમ્માન કર્યું હતું.ત્યારે ઝાલોદ સીએચસી હોસ્પિટલ ખાતે જઈ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા બાળકો તેમજ દર્દીઓને ચોકલેટ, બિસ્કીટ વિગેરે આપી શુભેચ્છા પાઠવી હતી. આ ઉજવણીમાં મોટી સંખ્યામાં ઝાલોદના ૧૦૮ ના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.