Thursday, 21/11/2024
Dark Mode

ફતેપુરા તાલુકાના હડમતમાં તુફાન જીપ- મોટરસાયકલ વચ્ચે અકસ્માતમાં વધુ એક જીવ કાળના ખપ્પરમાં હોમાયો

ફતેપુરા તાલુકાના હડમતમાં તુફાન જીપ- મોટરસાયકલ વચ્ચે અકસ્માતમાં વધુ એક જીવ કાળના ખપ્પરમાં હોમાયો

  બાબુ સોલંકી :- સુખસર 

ફતેપુરા તાલુકાના હડમતમાં તુફાન જીપ- મોટરસાયકલ વચ્ચે અકસ્માતમાં એકનું મોત,મૃતક યુવાન લખણપુર સંબંધીના ધરેથી પરત કંથાગર જતો હોવાની ચર્ચા.

 સુખસર,તા.૧

ફતેપુરા તાલુકાના સુખસર પંથકમાં ટુ-ફોર વ્હીલર વાહન ચાલકો બેફામ બનતા અકસ્માત મોતના બનાવો વધી રહ્યા છે.જ્યાં એક અકસ્માતના બનાવની શાહી સુકાતી નથી ત્યાં જ બીજો અકસ્માત સર્જાઈ રહ્યો છે.તેવી જ રીતે આજરોજ સાંજના સાડા ચારેક વાગ્યાના અરસામાં કંથાગરના એક આશરે ૪૫ વર્ષીય

ફતેપુરા તાલુકાના હડમતમાં તુફાન જીપ- મોટરસાયકલ વચ્ચે અકસ્માતમાં વધુ એક જીવ કાળના ખપ્પરમાં હોમાયોવ્યક્તિ લખણપુર ગામે પોતાના સંબંધીને ત્યાં કામ અર્થે જઈ પરત કંથાગર ગામે જતા સમયે બેફામ દોડી આવેલ તુફાન જીપના ચાલકે મોટર સાયકલને અડફેટે લેતા યુવાનનું ઘટનાસ્થળેજ કમકમાટીભર્યું મોત નિપજવા પામેલ હોવાનું જાણવા મળે છે.

પ્રાપ્ત વિગતો મુજબ ફતેપુરા તાલુકાના કંથાગર ગામના ઉસરા ફળિયા ખાતે રહેતા સુરસીંગભાઈ વાઘજીભાઈ બામણીયા ઉંમર વર્ષ આશરે ૪૫ નાઓ લખણપુર ગામે પોતાના સંબંધીને ત્યાં કામ અર્થે જઈ પરત સાંજના સાડા ચારેક વાગ્યાના અરસામાં પરત ઘરે જવા પોતાના કબજાની મોટરસાયકલ ઉપર નીકળ્યા હતા.અને ઝાલોદ થી સુખસર તરફ જતા હાઇવે માર્ગ પર પસાર થતા સમયે હડમત ગામે ગોડાઉન પાસે સામેથી આવતી તુફાન જીપ નંબર જીજે-૭.બીબી-૬૫૭૮ ના ચાલકે પોતાના કબજાની ગાડીને પુરપાટ અને ગફલતભરી રીતે હંકારી લાવી સુરસીંગભાઈ બામણીયાની મોટરસાયકલ સાથે અકસ્માત સર્જતા સુરસીંગભાઈનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યુ મોત નિપજવા પામેલ હોવાનું જાણવા મળે છે.સુરસીંગભાઈ નું અકાળે મોત નિપજતા પરિવારમાં હાહાકાર મચી જવા પામ્યો છે. જીપચાલક પોતાના કબજાની જીપને સ્થળ પર છોડી ભાગી છુટયો હોવાનું જાણવા મળે છે.ઉપરોક્ત અકસ્માત સંબંધ એ પોલીસને જાણ થતા સુખસર પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળે છે.
ઉલ્લેખનીય છે કે,સુખસર વિસ્તારમાં દોડતા ટુ-ફોર વ્હીલર વાહનો સહિત તેના ચાલકોની ઝીણવટપૂર્વક તપાસ હાથ ધરવામાં આવે તો ૫૦ ટકા ઉપરાંતના વાહનો સહિત તેના ચાલકો સામે વિવિધ બાબતે ગુન્હા નોંધાઈ શકે તેમ છે.પરંતુ વાહનોનું ચેકિંગ કરવામાં આવતુ નથી અને માત્ર અકસ્માત થયા બાદ અકસ્માત મોતના બનાવના ગુના નોંધવામાં આવે છે.પરંતુ બેફીકરાઈથી પોતાના કબજાના વાહનોને હંકારી જતા અકસ્માતનો ભોગ બનેલા પરિવારની વેદના સમજવા માટે લાગતા-વળગતા તંત્ર ધ્યાન આપવાની પણ ખાસ જરૂરત જણાઈ રહી છે.

error: Content is protected !!