દાહોદ શહેરમાં કોરોનાને કાબુમાં લેવા આરોગ્ય તંત્રે કમર કસી:આરોગ્ય વિભાગ દ્વારા શહેરના પથારાવાળા, શાકભાજીવાળા માસ્ક વગર ફરતાં લોકો તેમજ સોશીયલ ડિસ્ટન્સનું પાલન ન કરતાં લોકોનું સ્થળ પર જ ટેસ્ટ કરાયાં:તમામના રિપોર્ટ નેગેટિવ આવતા હાશકારો:

Editor Dahod Live
2 Min Read

  જીગ્નેશ બારિયા :- દાહોદ 

દાહોદ તા.૨૫

દાહોદ શહેરમાં કોરોના સંક્રમણના વધતાં કેસોની ગંભીરતાને ધ્યાનમાં રાખી દાહોદ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા આજરોજ શહેરના પથારાવાળા, શાકભાજીવાળા માસ્ક વગર ફરતાં લોકો તેમજ સોશીયલ ડિસ્ટન્સનું પાલન ન કરતાં લોકોનું સ્થળ પર જ કોરોના ટેસ્ટ હાથ ધરવાની કામગીરી કરવામાં આવી રહી છે. આજે ૪૦ થી વધુ લોકોના સ્થળ પર જ આરોગ્યની વાનમાં ટેસ્ટીંગ હાથ ધરવામાં આવ્યું હતુ. આ ૪૦થી ઉપરાંત લોકોના કોઈ શંકાસ્પદ લક્ષણ ન જણાતા અને ટેસ્ટમાં રિપોર્ટ નેગેટીવ આવ્યા હતા. આ સાથે જ આરોગ્ય વિભાગ દ્વારા શહેરમાં સહિત તાલુકામાં આઈસોલ્યુશન અને હોમ ક્વોરેન્ટાઈન થયેલા લોકોની પણ સ્વાસ્થ્યની ચિંતા કરી ઘરે ઘરે જઈ દર્દીઓ સહિત લોકોની મુલાકાત લીધી હતી.

દાહોદ શહેર સહિત જિલ્લામાં દિન પ્રતિદિન વધતાં કોરોનાના કેસોને લઈ દાહોદ તાલૂકા આરોગ્ય વિભાગની ટીમ એક્શનમાં આવી ગઈ છે અને આરોગ્ય વિભાગ જિલ્લા કલેક્ટરના આદેશ અનુસાર, દાહોદ શહેરના ઠેર ઠેર વિસ્તારોમાં, બજારો, સોસાયટીઓ વિગેરે સ્થળો પર જઈ માક્સનું વિતરણ તેમજ આયુવેર્દિક કાળાનું વિતરણ કરવામાં આવી રહ્યું છે જેથી કરીને ક્યાંકને ક્યાંક લોકો કોરોના જેવી મહામારીથી બચી શકે અને દિવસેને દિવસે વધતાં કોરોનાના સંક્રમણને અટકાવી શકાય. આજરોજ દાહોદ તાલુકા આરોગ્ય વિભાગ દ્વારા હોમ આઇસોલિસન કરાયેલા કોરોન સક્રમિત દર્દીઓની મુલાકાત લીધી જેમાં જે હોમ આઇસોલિસન કરાયેલા કોરોના સક્રમિત દર્દીઓ છે તેમની થર્મલ ચેકિંગ કરવામાં આવી હતી. સાથે સાથે તેમની તબિયત વિશે પણ પૂછપરછ કરી હતી. કોરોના વિશે સાવચેત રહેવા તેમજ ઘરમાં પણ સોસીયલ ડિસ્ટન જાણવવાની અપીલ પણ કરી હતી. શહેરીવાસીઓએ આરોગ્ય કર્મીઓની આ કામગીરીને બિરદાવવા છે. કોરોના જેવી મહામારીમાં પણ પોતાની કામગીરી નિષ્ઠાપુર્વક અને ખડેપગે સતત કરી રહ્યા છે.

——————————–

Share This Article