જીગ્નેશ બારીયા :- દાહોદ
દાહોદ તા.૨૨
દાહોદ તાલુકાની ખંગેલા ચોકપોસ્ટ પર એક સી.આઈ.એસ.એફ. કોન્સ્ટેબલ, એક બી.એસ.એફ.જવાન મળી ચાર જણા આ ચેકપોસ્ટ પર આવતાં ત્યા ફરજ બજાવી રહેલ પોલીસ કોન્ટેબલે આ ચારેય જે ગાડીમાં સવાર હતા તે ગાડીને ઉભી રખાવી પોતાની નિષ્ઠાસભર ફરજ બજાવી પુછપરછ કરી રહ્યા હતા. આ દરમ્યાન ચારેય જણાને ફરજ બજાવી રહેલ પોલીસ કોન્સ્ટેબલને બેફામ ગાળો બોલી, લાકડી વડે તથા ગડદાપાટ્ટુનો માર મારી ઈજા પહોંચાડી સરકારી ફરજમાં રૂકાવત ઉભી કરતાં આ સમગ્ર મામલે પોલીસ કોન્ટેબલે સી.આઈ.એસ.એફ. કોન્ટેબલ, બી.એસ.એફ. જવા સહિત ચાર જણા વિરૂધ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.
સી.આઈ.એસ.એફ.માં તમીલનાડુ કોઈમ્બુતુર થર્ડ બટાલીયનમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતાં અને દાહોદ તાલુકાના ખંગેલા ગામે નવાપુરા ફળિયામાં રહેતા સુરમલભાઈ જામ્બુભાઈ સંગાડીયા, બી.એસ.એફ.માં ફરજ બજાવતાં અને ખંગેલા ગામે નવાપુરા ફળિયામાં રહેતા જશવંતભાઈ કનુભાઈ મેડા તેમની સાથે રાજુભાઈ કાળીયાભાઈ મેડા (રહે. ખંગેલા, નવાપુરા ફળિયા) અને બીજાે એક ઈસમ એક આ કુલ ચાર જણા ગત તા.૨૧મી નવેમ્બરના રોજ ખંગેલા ચેકપોસ્ટ પાસેથી પસાર થઈ રહ્યા હતા. આ દરમ્યાન ત્યા કેટલાક પોલીસ સ્ટાફ પોતાની ફરજ બજાવી રહ્યા હતા અને ઉપરોક્ત ચારેય જણા પોતાનુ વાહન લઈ ત્યાંથી પસાર થતાં ખંગેલા ચેકપોસ્ટ પર કતવારા પોલીસ મથકના પોલીસ કોન્ટેબલ તરીકે ફરજ બજાવતાં કૃષ્ણકુમાર નટવરસિંહ દ્વારા ઉપરોક્ત ચારેયને વાહન સાથે ઉભા રાખી પુછપરછ કરી રહ્યા હતા તે સમયે આ ચારેય જણા એકદમ ઉશ્કેરાઈ જઈ, તમો અમારી ગાડી રોકવાવાળા કોણ છો, તેમ કહી બેફામ ગાળો બોલી પોલીસ કોન્સ્ટેહલ કૃષ્ણકુમારને લાકડી વડે તથા ગડદાપાટ્ટુનો માર મારી, પોતાની સરકારી ફરજમાં રૂકાવટ ઉભી કરતાં આ સમગ્ર મામલે કૃષ્ણકુમાર દ્વારા ઉપરોક્ત ચારેય જણા વિરૂધ્ધ કતવારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.