ફતેપુરા તાલુકાના કરોડીયા પૂર્વ ગામે ખેતરમાં પડેલા પુળાઓમાં અકસ્માતે આગથી ખેતર માલિકને હજારો રૂપિયાનું નુકશાન પહોંચ્યો

Editor Dahod Live
1 Min Read

  શબ્બીર સુનેલવાલ :- ફતેપુરા

 ફતેપુરા તા.14

ફતેપુરા તાલુકાના કરોડીયા પૂર્વ ગામે આકસ્મિક આગ લાગતા ખેતરમાં મુકેલ ઘાસના પુલા બળી જતા આશરે રૂપિયા ૨૦ હજારનું થયેલ નુકશાન
ફતેપુરા તાલુકાના કરોડિયા પૂર્વ ગામે બલૈયા રોડ પર રોડને અડીને આવેલ ખેતરમાં પશુઓને આપવા માટે ના ઘાસ ના પુલા મા આકસ્મિક રીતે આગ લાગતા ખેતરમાં મુકેલ ઘાસ બળી જતા આશરે રૂપિયા પંદરથી ૨૦ હજારનું નુકસાન થવા પામેલ છે આજ રોજ કરોડિયા પૂર્વ ગામે બલૈયા રોડ પર આવેલ ચીમનભાઈ દીતાભાઈ ના ખુલ્લા ખેતરમાં પશુ ને ખાવા માટેના ઘાસના પુ લા માં

આકસ્મિક રીતે આગ લાગતા ખેતર માં મુકેલ ઘાસ બળી જતા આશરે ૧૫થી ૨૦ હજારનું નુકસાન થવા પામેલ છે.આગ લાગતા ખાનગી પાણીના ટેન્કર દ્વારા પાણીનો મારો ચલાવતા આગ કાબુમાં આવી જતા વધુ નુકસાન થતા બચી જવા પામ્યું હતું સદભાગ્યે કોઈ જાનહાની થવા પામી નથી આગ લાગે તે સ્થળ થી માંડ અડધો કિલોમીટર દૂર પેટ્રોલ પમ્પ આવેલ છે.ખાનગી પાણીના ટેન્કર દ્વારા પાણીનો મારો ચલાવતા આગ વધુ પ્રસતા અટકી જવા પામી હતી આગ લાગવાનું કારણ જાણી શકાયું નથી

Share This Article