Friday, 22/11/2024
Dark Mode

ઝાલોદ વણિક સમાજના ત્રણ જેટલા પોઝિટિવ કેસ આવતા નગરમાં ફફડાટ,બે વેપાર બેંકના કર્મચારી પોઝિટિવ:અન્ય એકનું મોત:તંત્ર દ્વારા “covid-19″ગાઇડલાઇન મુજબ અંતિમક્રિયા કરાઈ 

ઝાલોદ વણિક સમાજના ત્રણ જેટલા પોઝિટિવ કેસ આવતા નગરમાં ફફડાટ,બે વેપાર બેંકના કર્મચારી પોઝિટિવ:અન્ય એકનું મોત:તંત્ર દ્વારા “covid-19″ગાઇડલાઇન મુજબ અંતિમક્રિયા કરાઈ 

   હિરેન પંચાલ :- ઝાલોદ 

ઝાલોદ વણિક સમાજના ત્રણ જેટલા પોઝિટિવ કેસ આવતા નગર માં ફફડાટ, બે વેપાર બેંકના કર્મચારી પોઝિટિવ તો અન્ય એક નું મોત:તંત્ર દ્વારા કોવીડ 19 ગાઇડલાઇન મુજબ અંતિમક્રિયા કરાઈ

ઝાલોદ તા.12

ઝાલોદ નગર માં કોરોના ના કેસો એ તરખાટ મચાવ્યા બાદ એક સપ્તાહ સુધી શાંતિ જાળવી હતી. પરંતુ આજે શનિવારે વૈષ્ણવ સમાજના ત્રણ વ્યક્તિઓને એક સાથે જ કોરોના પોઝિટિવ આવતા જ ઝાલોદ નગરમાં ફફડાટ ફેલાયો છે.

જેમાં ઝાલોદની વેપાર બેંકના કર્મચારી પરીનભાઈ શેઠ તથા વનીતભાઈ કોઠારીનો સમાવેશ થાય છે. તો અન્ય એક વેપારી કુમેન્દ્રભાઈ કોઠારી સહિત કુલ ત્રણ વ્યકિતઓ ના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા.

અત્રે ઉલ્લેખનિય છે કે વેપારી કુમેન્દ્રભાઈ કોઠારી આજે શનિવારના રોજ બાથરૂમમાં પડી ગયા હતા. જ્યાં તેઓ મૃત્યુ પામ્યા હતા,ત્યારબાદ તેઓને ઝાલોદના સરકારી દવાખાને લાવવામાં આવ્યા હતા. જ્યાં તેઓનો કોવિડ ૧૯ નો ટેસ્ટ કરવામાં આવતા પોઝિટિવ આવ્યા હતા.
ત્યારબાદ તેઓની અંતિમ વિધિ ઝાલોદના સ્મશાન ગૃહમાં કરવામાં આવતા નગરમાં ભયનું વાતાવરણ સર્જાયું હતું. જો કે તેમની અંતિમ ક્રિયામાં પૂરતી તકેદારી જાળવવા માં આવી હોઈ, આ અંગે કોઈ જ ભય રાખવાની જરૂર ના હોવાનું તંત્ર એ જણાવ્યું હતું.

error: Content is protected !!