Friday, 22/11/2024
Dark Mode

દાહોદમાં વેપારી પરિવારનો સામૂહિક આત્મહત્યાનો મામલો: વ્યાજખોરોના ત્રાસથી મજબૂરીવશ ઝેરના પારખા કર્યા હોવાની સ્ફોટક ચર્ચાઓ:પોલીસે મોબાઇલ ફોન સહિત અન્ય જરૂરી પુરાવા એકત્ર કરી તલસ્પર્શી તપાસ આદરી

દાહોદમાં વેપારી પરિવારનો સામૂહિક આત્મહત્યાનો મામલો: વ્યાજખોરોના ત્રાસથી મજબૂરીવશ ઝેરના પારખા કર્યા હોવાની સ્ફોટક ચર્ચાઓ:પોલીસે મોબાઇલ ફોન સહિત અન્ય જરૂરી પુરાવા એકત્ર કરી તલસ્પર્શી તપાસ આદરી

જીગ્નેશ બારીયા :- દાહોદ 

ગોધરા રોડ સુજાઈબાગ ખાતે સામુહિક આત્મહત્યા કરનાર પરિવારની પીએમ રિપોર્ટ આવી સામે, પરિવારના પાંચ સભ્યોના શરીરમાંથી ઝેર નીકળ્યું, આર્થિક સંકળામણ, તેમજ દેવાના ડુંગર તળે દબાઈને તેમજ વ્યાજખોરોના ત્રાસથી મજબૂરીવસ ઝેરના પારખા કર્યા હોવાની સ્ફોટક ચર્ચાઓ:પોલીસે તલસ્પર્શી તપાસ આદરી, મોબાઇલ ફોન, તેમજ સીડીઆર ની ડિટેલ મંગાવાઈ,સ્ફોટક માહિતીઓ બહાર આવવાની વકી 

દાહોદ તા.૦૫

દાહોદ શહેરમાં એક જ પરિવારના ૫ સદસ્યોના સામુહિક આત્મહત્યાના બનાવ બાદ ગતરોજ આ પરિવારના ૬ સદસ્યોને એક સાથે દાહોદ શહેરના કબ્રસ્તાનમાં દફનવિધિ કરાતાં પરિવારજનોમાં ભારે આક્રંદનો માહૌલ જાેવા મળ્યો હતો. બીજી તરફ આ તમામનો કોઝ ઓફ દેથનો રિપોર્ટ આવતા આ પરિવારે ઝેરી પદાર્થ પીધું હોવાનુ બહાર આવ્યું છે.

સમગ્ર દાહોદ જિલ્લાને હચમચાવી મુકનાર દાહોદ જિલ્લાના ઈતિહાસમાં સૌ પ્રથમવાર બનાવ બન્યા પામ્યો છે. મધ્યવર્ગીય અને દાહોદના ગોધરા રોડ વિસ્તારમાં સુજાઈબાગ ખાતે રહેતા અને ડિસ્પોજેબલ થાળી,વાટકી, વિગેરેનો ધંધો રોજગાર કરી પોતાનું ગુજરાન ચલાવતો આ દુધિવાલા પરિવારના મોભી એવા સૈફુદ્દીન સબ્બીરભાઈ તેમની પત્નિ મેજબીનબેનએ, પુત્રીઓ, જૈનબ, અરવા અને હુસૈના સાથે ભેગા મળી કોઈક ઠંડાપીણા અથવા તો જમવામાં ઝેરી પદાર્થ મેળવી હંમેશાના માટે મોતની મીંઠી નિંદર માણી લીધી હતી. પ્રાથમીક દ્રષ્ટિએ નાણાંની ભીસના કારણે આ પરિવારે પગલું ઉઠાવ્યાનું પોલીસનું કહેવુ છે ત્યારે બીજી તમામના મૃતદેહોને ગતરોજ પીએમ અર્થે મોકલી આપવામાં આવ્યા હતા અને પીએમ રિપોર્ટમાં પણ ઝેરી પદાર્થ હોવાનુ જણાઈ આવ્યું હતુ. મધ્યરાત્રીના સમયે જ આ પરિવારના પાંચ સદસ્યોની શહેરના કબ્રસ્તાનમાં દફનવિધિ પુર્ણ કરવામાં આવી હતી ત્યારે આ આક્રંદના માહૌલમાં ઉપસ્થિત સૌ કોઈની આંખોમાં અશ્રુભીની જાેવા મળી હતી. જાણવા મળ્યા પ્રમાણે પોલીસે પરિવારના તમામ સદસ્યોનો મોબાઈલ ફોન જપ્ત કરી કોલ ડીટેલીંગ તરફ પણ તપાસ હાથ ધરી છે તો બીજી તરફ ઘરમાં પાણી, ઠંડાપીણા વિગેરે વસ્તુઓ પણ તપાસ માટે મોકલી આપી છે. પોલીસ દ્વારા પરિવારના સદસ્યોના પણ નિવેદનો લેવાની તજવીજ હાથ ધરી છે ત્યારે આ સમગ્ર પ્રકરણ આવનાર દિવસોમાં કેવા તરફનું પ્રયાણ કરશે તે જાેવાનું રહ્યુ. હાલ તો માત્ર નાણાંની ભીસના કારણે આત્મહત્યા કરી હોવાનું પોલીસે પ્રાથમીક તબક્કે નિવેદન આપ્યું છે પરંતુ આ ઘટનાને પગલે વ્હોરા સમાજ તેમજ આસપાસમાં રહેતા લોકોમાં અનેક ચર્ચાઓએ જાેર પકડ્યું છે. જાેકે, પોલીસ દ્વારા આ તરફ પણ તપાસનો ધમધમાટ શરૂ કરે તો અન્ય હકિકતો પણ બહાર આવે તેમ છે.

દાહોદમાં વેપારી પરિવારનો સામૂહિક આત્મહત્યાનો મામલો: વ્યાજખોરોના ત્રાસથી મજબૂરીવશ ઝેરના પારખા કર્યા હોવાની સ્ફોટક ચર્ચાઓ:પોલીસે મોબાઇલ ફોન સહિત અન્ય જરૂરી પુરાવા એકત્ર કરી તલસ્પર્શી તપાસ આદરી

બે વર્ષ અગાઉ થયેલ સુસાઇડ કેસમાં પોલિસ દ્વારા કડકરીતે તપાસ આદરવામાં આવતી તો કદાચ આજે આ પરિવાર જીવિત હોત તેવું પરિજનો સહીત સ્થાનિકોમાં છૂપો ગણગણાટ 

 આજથી બે વર્ષ અગાઉ વ્યાજખોરોના અસહ્ય ત્રાસથી વાજ આવી સૈફીદ્દીન દુધિયાવાલાએ ફીનાઈલની દવા ગટગટાવી સુસાઈડ એટેમ્પ્ટ કર્યાે હતો. જાેકે, પરિવારજનો દ્વારા તાબડતોળ શહેરના ભરપોડા હોસ્પિટલ ખાતે સારવાર કરાવતાં બચી જવા પામ્યો હતો. આ ઘટનાના બે અઠવાડિયા બાદ સેફુદ્દીનના નાના ભાઈ અલીઅસરગરે વ્યાજખોરોના ત્રાસથી ઝેરી દવા ગટગટાવી જઈ આત્મહત્યાનો પ્રયાસ કર્યાે હતો અને તેને સારવાર અર્થે નજીકના હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો જ્યા તેની હાલત ગંભીર જણાતા તેને વડોદરા વધુ સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો અને વડોદરા ખાતે તેનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતુ. આ ઘટના બાદ અલીસગરના પિતા શબ્બીરભાઈએ દાહોદ શહેર પોલીસ મથકે વ્યાજખોરો વિરૂધ્ધ ગુનો દાખલ કરાવ્યો હતો અને પોલીસે વ્યાજ ખોરો વિરૂધ્ધ ખંડણી બાબતે દુષ્પ્રેરણા મામલે ગુનો નોંધ્યો હતો તે સમયે દાહોદ ટાઉન પોલિસના તત્કાલિન પી.આઈ.કે.જી.પટેલના સુપરવીઝનમાં આ કેસની તપાસ ચાલી હતી. ઉપરોક્ત સમગ્ર મામલે જાે જે તે સમયના તત્કાલિન ટાઉન પી.આઈ. પટેલ દ્વારા શબ્બીરભાઈની ફરિયાદના જાે વ્યાજખોરો વિરૂધ્ધ કડક પગલાં લઈ કાર્યવાહી હાથ ધરવામાં આવતી જાે આ અલીઅસગરના મોટાભાઈનો આ પરિવાર આજે જીવત હોય તેવું, છુપો ગણગણાટ સાથે ભારે રોષ સાથે વ્હોરા સમાજમાં ભારે ચર્ચાઓએ જાેર પકડ્યું છે. અલીગસરના મોતના સમગ્ર પ્રકરણમાં ભીનું સંકેલી પોલીસે ખાના પુરતી માટે જ કાર્યવાહી કરી હોય તેવા શબ્બીરભાઈએ જે તે સમયે આક્ષેપો પણ કર્યા હતા. આ સમગ્ર મામલાને ગંભીરતાથી લઈ ટાઉન પોલીસ દ્વારા જાે વ્યાજખોરોના પણ એંગલને ધ્યાનમાં રાખી તપાસ હાથ ધરવામાં આવે તો આ પરિવારના આત્મહત્યાના કેસમાં નવો વળાંક આવે તેમ કહીયે તો તેમા કોઈ બે મત નથી. હવે આ સમગ્ર પ્રકરણ ટાઉન પોલીસ ગંભીરતાથી લે છે કે નથી લેતી તે જાેવાનું રહ્યું.

દાહોદમાં વેપારી પરિવારનો સામૂહિક આત્મહત્યાનો મામલો: વ્યાજખોરોના ત્રાસથી મજબૂરીવશ ઝેરના પારખા કર્યા હોવાની સ્ફોટક ચર્ચાઓ:પોલીસે મોબાઇલ ફોન સહિત અન્ય જરૂરી પુરાવા એકત્ર કરી તલસ્પર્શી તપાસ આદરી

 દાહોદ શહેર પોલિસે જપ્ત કરેલા મોબાઇલ ફોનમાંથી વ્યાજખોરોનું અટ્ટાહાસ્ય જરૂરથી બહાર આવવાની શકયતાઓ….

સૈફૂદ્દીન દુધિયાવાલાના સહ પરિવારના સામૂહિક આપઘાત પ્રકરણથી સ્તબ્ધ બની ગયેલ દાહોદ પોલીસ તંત્રએ તપાસનો ધણ ધણાટટ શરૂ કરીને સાંયોગિક પુરાવાઓ એકત્ર કર્યા છે, અને તપાસના અંતે આ રહસ્યો પણ બહાર આવશે પરંતુ આ પૂર્વે જ સૈફૂદ્દિને પોતાના પરિવાર સાથે જીવનનો અંત લાવવાના ન્યાયનો ફેસલો આપી દિધો છે! અને બે વર્ષમાં બે પૂત્રોના પરિવરના સદસ્યોને ગૂમાવીને બેસહારા બની ગયેલા આ વૃધ્ધ માતા-પિતાના કારમા આઘાતમાં આ રહસ્યો માત્ર આશ્વાસનો જ બની રહેશે!
દાહોદની આ કરુણ ઘટનાના રહસ્યો અત્યારે ભલે નિઃશબ્દ બનેલ ચર્ચાઓમાં ફરતા રહે પરંતુ દાહોદ પોલીસ તંત્ર દ્વારા સૈફૂદ્દિન અને પરિવારના સભ્યોના મોબાઇલ કોલ ડિટેઇલ્સ અને વોઇસ રેકોર્ડીંગના પુરાવાઓ એકત્ર કર્યા બાદ એફ.એસ.એલ.ની મદદથી વોઇસ સ્ટેકટ્રોગ્રાફીનો જરૂર પડયે સહારો લઇને મજબુત સાંયોગિક પુરાવાઓ એકત્ર કરીને વ્યાજખોરોના પઠાણી ઉઘરાણીઓ માટેના છેલ્લા શબ્દ પ્રયોગોને પણ તપાસોના દાયરાઓમા સામેલ કરે એવી શકયતાઓનીઓ કડીઓને પુરાવાઓ સાથે એકત્ર કરશે!!

error: Content is protected !!