Saturday, 12/07/2025
Dark Mode

દાહોદના જીઆઇડીસીમાં “દૂધ શીત કેન્દ્ર”પર લૂંટારુ ત્રાટક્યા:ચાર વ્યક્તિઓને માર મારી 9 હજાર ઉપરાંતના માલમત્તા લૂંટી થતાં ફરાર

દાહોદના જીઆઇડીસીમાં “દૂધ શીત કેન્દ્ર”પર લૂંટારુ ત્રાટક્યા:ચાર વ્યક્તિઓને માર મારી 9 હજાર ઉપરાંતના માલમત્તા લૂંટી થતાં ફરાર

  જીગ્નેશ બારીયા :- દાહોદ  

દાહોદ તા.૦૫

દાહોદ તાલુકાના ખરેડી ગામે જી.આઈ.ડી.સી.ખાતે આવેલ દુધ સીત કેન્દ્રમાં ચાર જેટલા અજાણ્યા ચોર ઈસમો પ્રવેશ કરી  કેન્દ્રમાં હાજર ચાર જણાને ગડદાપાટ્ટુનો માર મારી ઈજાઓ પહોંચાડી ડીશ ટીવીનું રીસીવર, રોકડા રૂપીયા, મોબાઈલો વિરેગે મળી કુલ રૂા.૯,૫૦૦ ની ભરી લુંટ ચલાવી નાસી જતાં પંથકમાં ખળભળાટ મચી જવા પામ્યો છે.

દાહોદ શહેર સહિત જિલ્લામાં ઘરફોડ ચોરીઓ, લુંટફાટ, વાહન ચોરીઓના બનાવો દિપ્રતિદિન વધવા માંડ્યા છે. જાણે તસ્કરો, વાહન ચોર ટોળકીને મોકળું મેદાન મળી રહ્યું હોય તેમ લાગી રહ્યું છે. બીજી તરફ પોલીસની નાઈટ પેટ્રોલીંગ પર પણ અનેક સવાલો ઉભા થવા માંડ્યા છે. પોલીસે દ્વારા આવા તત્વોને ઝડપી પાડવામાં આવે તેવી લાગણી અને માંગણી વહેતી થવા પામી છે અને જાે આવા ઈસમોને ઝડપી પાડવામાં આવે તો અનેક અણઉકેલ્યા ગુન્હાઓનો ભેદ ઉકેલી શકાય તેમ પણ છે. આવા સમયે દાહોદ તાલુકાના ખરેડી ગામે જી.આઈ.ડી.સી. ખાતે આવેલ દુધ સીત કેન્દ્ર ખાતે ગત તા.૦૪ સપ્ટેમ્બરના રોજ રાત્રીના બાર થી એક વાગ્યાના સમયગાળા દરમ્યાન ચાર જેટલા અજાણ્યા ચોર ઈસમોએ આ કેન્દ્રના પ્લાન્ટમાં આવી પ્લાન્ટની ઓફીસના દરવાજાનું તાળું તોડી પ્રવેશ કર્યાે હતો.  ઓફીસના લોકરોની તોડફોડ કરી ટાટા સ્કાય ડીશ ટીવીનું રીસીવર કિંમત રૂા.૧૫૦૦, લેબોરેટરીમાં રાખેલ અલગ – અલગ મશીનરી તથા કેમીકલ ઢોળી તસ્કરોએ તોડફોડ કરી હતી. આ દરમ્યાન કેન્દ્રમાં હાજર શીતલાપ્રસાદ શ્યામલાલ શર્મા,નૈનેશભાઈ સમસુભાઈ હઠીલા, સરદારસિંહ વલજીભાઈ વાઘેલા અને રમેશભાઈ રાયસીંગભાઈ મછાર આ તોડફોડનો અવાજ સાંભળી ઉઠી ગયા હતા અને ઓફિસ તરફ દોડી લગાવી હતી. ઓફીસ તરફ જતાં જ લુંટારૂઓએ ઉપરોક્ત ચારેય જણા પર હુમલો કર્યા હતો અને ગડદાપાટ્ટુનો માર મારી શરીરે ઈજાઓ પહોંચાડી તેઓની પાસેથી રોકડા રૂપીયા, મોબાઈલ ફોન વિગેરે મળી કુલ રૂા.૯,૫૦૦ ની લુંટ ચલાવી અંધારાનો લાભ લઈ નાસી જતાં આ સંબંધે આ દુધ સીત કેન્દ્રના નિરવ શાંતિલાલ પટેલે દાહોદ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

error: Content is protected !!