દાહોદ જિલ્લામાં કોરોનાના 12 નવા કેસોના સમાવેશ થતાં કોરોનાનો આંક 1216 પર પહોંચ્યો

Editor Dahod Live
1 Min Read

  જીગ્નેશ બારીયા :- દાહોદ 

દાહોદ, તા.૪

Contents

દાહોદમાં આજે વધુ ૧૨ કોરોના પોઝીટીવ દર્દીઓના સમાવેશ સાથે દાહોદ જિલ્લામાં કોરોનાનો કુલ આંકડો ૧૨૧૬ ને પાર કરી ચુક્યો છે. આજે વધુ ૧૭ લોકો કોરોના સામે જંગ જીતી જતા તેઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી અને અત્યાર સુધી એક્ટીવ કેસ ૧૫૪ રહેવા પામ્યા છે. દાહોદ જિલ્લામાં કોરોનાથી કુલ ૬૧ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.

આજે પોઝીટીવ આવેલ ૧ દર્દીઓ જેમાં (૧) અરવીંદભાઈ ગવરીલાલ લબાના (ઉ.પ૦ રહે. આફવા ફતેપુરા), (ર) પ્રજાપતિ ચંચળ બાબુભાઈ (ઉ.પપ રહે. રામપુર બેડા ફળીયું, ધાનપુર), (૩) પ્રજાપતિ અલ્કેશ બાબુભાઈ (ઉ.ર૮ રહે. રામપુર બેડા ફળીયુ ધાનપુર), (૪) શર્મા વિવેક અશોકજી (ઉ.ર૬ રહે. બરોડા બેંકની સામે ઝાલોદ), (પ) મતદાર મહમદ અહમદ (ઉ.પ૯ રહે. લખારવાડી ઝાલોદ), (૬) ભુરીયા બાબુભાઈ મુલાભાઈ (ઉ.૪૯ રહે. નગરાળા હાઈવે ફળીયા દાહોદ), (૭) ભુરીયા અજય બાબુ (ઉ.૧૭ રહે. નગરાળા હાઈવે ફળીયા દાહોદ), (૮) બારીયા કનુભાઈ અભેસીંગ (ઉ.૪૦ રહે. ડુંગરભીત ફળીયુ, તોયણી સીંગવડ), (૯) શાહ ભાર્ગવીબેન પલકકુમાર (ઉ.૩પ રહે. ગાંધીચોક ગાંગરડી ગરબાડા), (૧૦) ભુરીયા સંજયભાઈ રમેશભાઈ (ઉ.ર૦ રહે. હિમાલા ખાંડીવાવ ટીમરડા દાહોદ), (૧૧) શાહ પલકકુમાર હીતેન્દ્રભાઈ (ઉ.૩૦ રહે.ગાંધીચોક ગાંગરડી ગરબાડા), (૧ર) રાઠોડ સંતોષબેન અશોકભાઈ (ઉ.ર૬ રહે. લીંબચ ફળીયા કારઠ ઝાલોદ) આમ, ઉપરોક્ત ૧૨ કોરોના પોઝીટીવ દર્દીઓના રહેણાંક વિસ્તારમાં આરોગ્ય તંત્ર દ્વારા સેનેટરાઈઝીંગ સહિતની કામગીરીમાં જાેતરાઈ ગઈ છે.

Share This Article