રાહુલ ગારી :- ગરબાડા
ગરબાડા તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અભલોડ ખાતે પોર્ટેબલ એક્ષ-રે દ્વારા ટીબી તપાસ કેમ્પ યોજાયો.
ગરબાડા તા. ૨૨
ગરબાડા તાલુકાના અભલોડ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત પોર્ટેબલ એક્ષ-રે મશીન દ્વારા ટીબી તપાસ માટે વિશેષ કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પ માનનીય મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી, માનનીય જિલ્લા ક્ષય અધિકારીશ્રી તથા માનનીય તાલુકા આરોગ્ય અધિકારીશ્રીના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો.

વનરેબલ પોપ્યુલેશન ટીબી સર્વે અંતર્ગત કુલ 243 ટીબીના જોખમ ધરાવતા શંકાસ્પદ લાભાર્થીઓનું પોર્ટેબલ એક્ષ-રે મશીન દ્વારા સ્ક્રીનિંગ કરવામાં આવ્યું. જેમાં એક્ષ-રેમાં એબ્નોર્મલ પરિણામ આવનાર લાભાર્થીઓની આગળની NAAT તપાસ કરવામાં આવશે અને જરૂરી હોય ત્યાંથી તરત સારવાર શરૂ કરવામાં આવશે. જ્યારે એક્સ-રે નેગેટિવ આવનાર તમામ લાભાર્થીઓનું CY TB ટેસ્ટ કરવામાં આવી ચોક્કસ નિદાન સુનિશ્ચિત કરવામાં આવશે.

આ કેમ્પના સફળ આયોજન માટે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અભલોડ ના મેડિકલ ઓફિસરશ્રીના માર્ગદર્શન હેઠળ સમગ્ર સ્ટાફનો નોંધપાત્ર સહકાર મળ્યો. જેમાં તાલુકા ટીબી સ્ટાફ, CHO, FHW, MPHW, આશાબેન સહિત તમામ સહયોગી કર્મચારીઓની સક્રિય હાજરી અને સેવાભાવ પ્રશંસનીય રહ્યો.
આ પ્રકારના કેમ્પ દ્વારા ટીબીની વહેલી ઓળખ અને સમયસર સારવાર સુલભ બનશે, જે ટીબી મુક્ત ભારતના લક્ષ્ય તરફ મહત્વપૂર્ણ પગલું સાબિત થશે.
