*સુખસર તાલુકાના વાંકાનેર ગામેથી પસાર થતી દારૂ ભરેલી કાર દાહોદ એલ.સી.બી પોલીસે ઝડપી 8.26 લાખ નો મુદ્દામાલ જપ્ત કર્યો*

Editor Dahod Live
3 Min Read

બાબુ સોલંકી :- સુખસર

*સુખસર તાલુકાના વાંકાનેર ગામેથી પસાર થતી દારૂ ભરેલી કાર દાહોદ એલ.સી.બી પોલીસે ઝડપી 8.26 લાખ નો મુદ્દામાલ જપ્ત કર્યો*

*પોલીસને જોઈ શિફ્ટ કારનો ચાલક ગાડી લઈ ભાગવા જતા કાર પલટી: અંધારાનો લાભ લઇ કાર ચાલક ફરાર થયો*

સુખસર,તા.22

દાહોદ એલ.સી.બી પોલીસ મંગળવાર રાત્રિના સુખસર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી.તે દરમ્યાન સવારના ચારેક વાગ્યાના અરસામાં બાતમીદાર દ્વારા બાતમી મળેલ કે ગ્રે કલરની નંબર વગરની શિફ્ટ ડિઝાયર ગાડીમાં દારૂ ભરી સુખસર વિસ્તારમાંથી પસાર થનાર હોવાની માહિતી મળતા એલ.સી.બી પોલીસ સુખસર પોલીસ સ્ટેશન હદ વિસ્તારના વાંકાનેર ગામે વોચમાં હતી ત્યારે વાતની વાળી ગાડી આવતા તેને ઉભી રાખવાનો ઈશારો કરતા ચાલકે ગાડી લઈ ભાગવાની કોશિશ કરતા ગાડી પલટી મારી જતા ચાલક અંધારાનો અને મકાઈના ઉભા પાકનો લાભ ઉઠાવી ભાગી છૂટવા પામેલ હોવાનું જાણવા મળે છે.

         જાણવા મળેલ વિગતો મુજબ મંગળવાર રાત્રિના દાહોદ એલ.સી.બી પોલીસ સુખસર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી.તે દરમ્યાન ખાનગી રાહે બાતમી મળેલ કે,સુખસર વિસ્તારમાંથી નંબર વગરની શિફ્ટ ડિઝાયર ગાડી ઇંગ્લિશ દારૂ ભરી પસાર થનાર હોવાની વિગતો મળતા દાહોદ એલ.સી.બી પોલીસ સુખસરના મારગાળા ત્રણ રસ્તા ક્રોસિંગ થી વાંકાનેર તરફ જતા માર્ગ ઉપર બાતમી વાળી ગાડીની વોચમાં હતી.તે દરમ્યાન સવારના સાડા ચરેક વાગ્યાના અરસામાં બાતમી વાળી ગાડી આવતા પોલીસે બેટરીના અજવાળે ગાડી ઉભી રાખવાનો ઈશારો કરતા શિફ્ટ ગાડીનો ચાલક પોલીસને જોઈ ગાડી લઈ ભાગવા જતા કાર રસ્તાની સાઈડમાં ઉતરી જતા પલટી મારી ગઈ હતી.જ્યારે તેનો ચાલક અંધારાનો અને મકાઈના ઉભા પાકનો લાભ ઉઠાવી ગાડી છોડી ભાગી છુટવામાં સફળ રહ્યો હતો. જ્યારે ગાડીમાં તપાસ કરતા ભારતીય બનાવટનો પરપ્રાંતિય ઇંગલિશ દારૂ તથા બિયરની પેટીઓ મળી આવી હતી.જ્યારે તેની ગણતરી કરતાં છૂટી બોટલો નંગ 100 તેમજ 35 પેટી બિયર મળી આવ્યા હતા. જેની ગણતરી કરતા કુલ બોટલ નંગ 1420 જેની કિંમત રૂપિયા 3,26,158 નો પ્રોહી મુદ્દામાલ મળી આવ્યો હતો.જ્યારે શિફ્ટ ડિઝાયર ગાડીની કિંમત રૂપિયા પાંચ લાખ મળી કુલ રૂપિયા 8 લાખ 26 હજાર158 નો મુદ્દામાલ એલ.સી.બી પોલીસે કબજે લઈ સુખસર પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવ્યો હતો.

        ઉપરોક્ત બાબતે દાહોદ એલ.સી.બી પોલીસ કર્મચારી કાળુભાઈએ સુખસર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતા શિફ્ટ ડિઝાયર ગાડીના ફરાર ચાલક વિરુદ્ધમાં કાયદેસરનો ગુનો દાખલ કરી દારૂ લાવનાર બુટલેગર કોણ અને ક્યાંથી ભરવામાં આવ્યો હતો?અને ક્યાં પહોંચાડવામાં આવી રહ્યો હતો?તેની ઝીણવટ પૂર્વક તપાસ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળે છે.

Share This Article