રાજેશ વસાવે: દાહોદ
ચિંતન શિબિરમાં તત્કાલીન અને વર્તમાન ચીફ ઓફિસર તથા ટીમ નગરપાલિકાને મળ્યું બહુમાન..
દાહોદ નગરપાલિકાને સ્વચ્છતા સર્વેક્ષણ 2024-25 માં ઉત્કૃષ્ટ કામગીરી બદલ વડોદરામાં સન્માનિત કરાયા..
સ્વચ્છતા સર્વેક્ષણ 2024-25: દાહોદ, સંતરામપુર અને ઝાલોૌદ નો ગૌરવ વધ્યો!
દાહોદ તા.10

સ્વચ્છ ભારત મિશન – અર્બન ગુજરાત, આવાસ અને શહેરી કાર્યાલય મંત્રાલય ભારત સરકાર દ્વારા આયોજીત, સ્વચ્છ સર્વેક્ષણ ૨૦૨૪ – ૨૫ અન્વયે આજ રોજ રિજિયોનલ કમિશનર ઓફ મ્યુનિસિપાલિટીઝ, વડોદરાની કચેરી ખાતે ચિંતન શિબિર નું આયોજન કરવામાં આવેલ હતું.
જેમાં સ્વચ્છ સર્વેક્ષણ 2024 – 25 ની કામગીરી માં વડોદરા ઝોન ની નગરપાલિકાઓ માં દાહોદ નગરપાલિકા દ્વારા સ્વચ્છ સર્વેક્ષણ 2024 – 25 માં ઉત્કૃષ્ટ કામગીરી કરવા બદલ તે સમય ના ચીફ ઓફિસર યશપાલસિંહ વાઘેલા અને સેનેટરી ઇન્સ્પેક્ટ જયપાલસિંહ સોલંકી તથા દાહોદ નગરપાલિકા SBM ટીમ ને પ્રમુખશ્રી દાહોદ નગરપાલિકા નિરજભાઈ દેસાઈ ની ઉપસ્થિતિ માં પ્રમાણપત્ર આપી માનનીય મિશન ડાયરેક્ટરશ્રી, SBM અને માનનીય રિજિયોનલ કમિશનર ઓફ મ્યુનિસિપાલિટીઝ,વડોદરા દ્વારા સન્માનિત કરવામાં આવેલ હતા વધુ માં હાલના દાહોદ નગરપાલિકાના ચીફ ઓફિસર અને ૨૦૨૪ માં સંતરામપુર અને ઝાલોદ નગરપાલિકા ના ચીફ ઓફિસર તરીકે કાર્યભાર સંભાળતા દીપસિંહ હઠીલા ને સ્વચ્છ સર્વેક્ષણ 2024 – 25 માં સંતરામપુર નગરપાલિકા અને ઝાલોદ નગરપાલિકા એમ બે નગરપાલિકા સારી કામગીરી કરવા બદલ માનનીય મિશન ડાયરેક્ટરશ્રી, SBM અને માનનીય રિજિયોનલ કમિશનર ઓફ મ્યુનિસિપાલિટીઝ,વડોદરા દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા.