રાહુલ ગારી: ગરબાડા
ગરબાડાના મીનાક્યાર-ગાંગરડીને જોડતા ડામર રસ્તાના રિસફેર્સિગની કામગીરીની ચકાસણી કરાઈ.
ગરબાડા તાલુકા પંચાયતના ઉપપ્રમુખ સ્થળ પર પહોંચ્યા, કામગીરીની સમીક્ષા કરી.
સબ હેડ : એજન્સી તેમજ R&B વિભાગને વ્યવસ્થિત રીતે કામગીરી કરવા જરૂરી સલાહ સૂચનો કર્યા.
ગરબાડા તા.07
ગરબાડા તાલુકામાં હાલ ધારાસભ્યના હસ્તે કરોડો રૂપિયાના નવીન રસ્તાઓને કામગીરી તેમજ રિસ ફેર્સિગની કામગીરીના કામોના ખાતમુરત કરવામાં આવ્યા છે. જેમાં ગરબાડા તાલુકાના જુદા જુદા વિસ્તારોમાં છ કરોડથી વધુ રૂપિયાના ખર્ચે રસ્તાઓ બનવા તેમજ તેઓને મરામત હાથ ધરવામાં આવી રહી છે.
અને છેવાડાના માનવી સુધી આ સરકારની યોજના પહોંચી શકે અને લોકોને મુસાફરી કરવામાં તેમજ રસ્તાઓથી પસાર થવામાં કોઈ અગવડતા ન પડે તે માટે આ રસ્તાઓ મંજૂર કરવામાં આવ્યા છે.
આજે ગરબાડા તાલુકાના મીનાક્યાર ગામ ખાતે મીનાક્યાર થી ગાંગરડી ને જોડતો પાંચ કિલોમીટર જેટલા અંતર ધરાવતો ડામર રોડની રિસ ફેર્સિગની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે જેમા આ રસ્તો ચદલા નળવાય તેમજ ગાંગરડીને જોડે છે તે વ્યવસ્થિત થાય અને એજન્સી દ્વારા આ રસ્તા નું કામ સારી ગુણવત્તાવાળું થાય તેમજ આ રસ્તાને જાડા એ પહોળાઈ મટીરીયલ સારામાંનું વાપરવામાં આવે તે માટે કરવાડા તાલુકા પંચાયતના ઉપપ્રમુખ લલ્લુભાઈ જાદવએ મુલાકાત લીધી હતી અને એજન્સી તેમજ લગ્ન વિભાગના અધિકારીને વ્યવસ્થિત રીતે કામ કરવામાં આવે તેવી સલાહ અને સૂચનો કર્યા હતા .