રાજેશ વસાવે :- દાહોદ
ડો.નિરવ પટેલ અને મનીષ શેઠ સહિતના આદિવાસી સમાજના આગેવાનોના હસ્તે મધ્યપ્રદેશમાં બિરસા મુંડાજીની પ્રતિમાની સ્થાપના કરવામાં આવી.
નવસારી તા. ૧૭
મધ્ય પ્રદેશના ઝાબુઆ જિલ્લાના થાંદલા તાલુકાના ખવાસા ગામમાં ગુજરાત,રાજસ્થાન,મધ્ય પ્રદેશ,મહારાષ્ટ્રમાંથી આવેલ આદિવાસી સમાજના યુવાનો દ્વારા બિરસા મુંડાજીની પૂર્ણ કદની બ્લેક સ્ટોનની વિશાળ પ્રતિમાનું સ્થાપન કરવામાં આવેલ હતું.લગભગ બે હજાર જેટલાં માણસોની હાજરીમાં ભારે ઉત્સાહનો માહોલ છવાય ગયો હતો.ગુજરાતથી સામાજિક આગેવાનો ડો.નિરવ ભુલાભાઇ પટેલ,મનીષ શેઠ,મનીષ ઢોડિયા,કાર્તિક,અજય બિરસા મુંડાજીની પ્રતિમાના અનાવરણ માટે પહોંચ્યા હતાં.આ કાર્યક્રમનું સફળ આયોજન મનોજભાઈ,અનિલભાઈ,રોહિતભાઈ વગેરેએ ખુબ જ સફળતાપૂર્વક કર્યું હતું.આ પ્રસંગે ગુજરાતથી મધ્ય પ્રદેશ પહોંચેલા આગેવાનો ડો.નિરવ પટેલ અને મનીષ શેઠે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે મધ્ય પ્રદેશને દેશનું હૃદય એમ ને એમ નથી કહેવાતું કારણકે સાચે જ મધ્ય પ્રદેશના લોકો ખુબ જ પ્રેમાળ છે,મહાન જનનાયક અને અંગ્રેજો જેનાથી સતત ફફડતા હતાં એવા ગ્રેટ ઇન્ડિયન રોબિનહુડ તંત્યા મામાં ભીલ જે પ્રદેશની માટીના બનેલા હોય એ ભૂમિ પવિત્ર જ હોય એમાં કોઈ આશંકા નથી.અત્યારસુધી બિરસા મુંડાજીને અપમાન કરનાર લોકો પણ વોટબેંકની રાજનીતિ માટે જયકારો કરી રહ્યા છે એજ સામાજિક સંગઠનોની સતત સંઘર્ષગાથાનો થડકારો છે.કોઈપણ જાતના વાડાઓમાં વહેંચાયને કપાવા કરતા આદીવાસીયતની વિચારધારાને વળગી રહેશો તો ભવિષ્યમાં પ્રશાશન કોઈપણ પક્ષ પાર્ટીનું હશે આદિવાસી સમાજને અન્યાય કરતા હજારોવાર વિચાર કરશે.તેમજ અમે મધ્ય પ્રદેશના ગરીબ આદિવાસીઓને આગ્રહ કર્યો છે કે એક ટાઈમનું ઓછું ખાજો પણ પોતાના બાળકોને ભણાવી ગણાવીને આગળ લાવો અને વ્યસનોથી જોજનો દૂર રહો તોજ આવનાર સમયમાં ભવિષ્ય આપણું હશે.