રાજેશ વસાવે :- દાહોદ
દાહોદ નજીક આઇસરનું ટાયર ફાટતાં બસ સાથે અકસ્માત:પીટોલ-ડીસા બસના મુસાફરોનો આબાદ બચાવ,
નેશનલ હાઇવે પર ટ્રાફિકજામ સર્જાયો.
દાહોદ તા. 04

દાહોદ નજીક મીરાખેડી ગામ પાસે હાઇવે પર એક આઇસર ગાડીનું ટાયર ફાટતાં સામેથી આવતી પીટોલ-ડીસા બસ સાથે અકસ્માત સર્જાયો હતો. સદનસીબે, આ ઘટનામાં બસમાં સવાર તમામ મુસાફરોનો આબાદ બચાવ થયો હતો અને કોઈ જાનહાનિ થઈ ન હતી.
પ્રાથમિક માહિતી અનુસાર, આઇસર ગાડી ઝડપથી પસાર થઈ રહી હતી ત્યારે અચાનક તેનું ટાયર ફાટ્યું હતું. ટાયર ફાટતાં જ ડ્રાઇવરે વાહન પરનો કાબૂ ગુમાવ્યો અને તે બસ સાથે ઘસડાઈ હતી. આ અકસ્માતમાં બસની એક બાજુને ભારે નુકસાન થયું હતું, પરંતુ બસ ડ્રાઇવરે સમયસર બ્રેક મારતાં મોટી દુર્ઘટના ટળી હતી.અકસ્માત બાદ હાઇવે પર લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો, જેના કારણે વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી. ઘટનાસ્થળે હાજર સ્થાનિક લોકોએ તાત્કાલિક મદદ કરીને મુસાફરોને સુરક્ષિત રીતે બસમાંથી બહાર કાઢ્યા હતા.પોલીસને જાણ થતાં જ તેઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને અકસ્માત અંગેની તપાસ તેમજ કાનૂની કાર્યવાહી શરૂ કરી હતી. ટ્રાફિક પોલીસે હાઇવે પરની અવરજવરને ધીમે ધીમે સામાન્ય કરવા માટે વ્યવસ્થા સંભાળી હતી